________________
કાર્યકાર્ય કરાવવાની કસોટી
૧૯૩ પ્રત્યેકને કબૂલ કરવું પડશે કે, કથા નીતિનિયમ સારા અને કયા ખરાબ એ ઠરાવવાની કંટની કસોટી આપણને ઉચ્ચ વાતાવરણમાં લઈ જાય છે અને સ્કૂતિ આપે છે. પરંતુ કહેવું જોઈએ કે તે સદોષ છે. જે નિયમ સાર્વત્રિક બની શકે નહિ તે ખરાબ, એ સૂત્ર પરથી અમુક કરવું નહિ, એવા પ્રકારના કેવળ નિષેધાત્મક નિયમ કાઢી શકાશે; પણ પ્રવૃત્તિ પર કે
એક વાત સાર્વત્રિક થઈ શકશે કે નહિ એનો વિચાર કરતાં, જે વાત જે પરિસ્થિતિમાં આપણે કરવાની છે તે પરિસ્થિતિના જેવી જ પરિસ્થિતિ ઉત્પન્ન થયેલી હોય ત્યારે બીજાઓ તેને આચારમાં મૂકે તો આપણી વિવેકબુદ્ધિને રચશે કે, એવો એક પ્રશ્ન ઉત્પન્ન થશે; પણ બીજે એકાદ માણસ વિશિષ્ટ પરિસ્થિતિને વિચાર કર્યા વગર તે સાર્વત્રિક થઈ શકશે કે નહિ એ બાબતનો વિચાર કરશે. દાખલા તરીકે : ધારો કે એક માણસની સમક્ષ એવો પ્રશ્ન છે કે, “દેશહિત માટે અવિવાહિત રહેવું કે કેમ?” એ માણસ જે પોતાની બુદ્ધિને એમ પૂછે કે, “દેશના સર્વ માણસ મારું અનુકરણ કરી મારા જેવા બને તો મને પસંદ પડશે કે ?” આવા પ્રશ્ન પ્રસંગે તો અવિવાહિત રહેવું એ પાપ ગણાય. કારણ સર્વ અવિવાહિત રહે ત્યારે તે દેશમાં કેવળ પશુપક્ષી, અને જમીન રહે; માનવસમાજનું નામનિશાન ન રહે. જે માનવસમાજનું હિત કરવાની ઈચ્છા રાખી હતી તે માનવસમાજ જ નષ્ટ થાય, માટે એ નિયમ સાર્વત્રિક થવો ઇષ્ટ નથી તેથી તે અનીતિનો છે. પણ એ માણસ પોતાની બુદ્ધિને જાગ્રત કરી પૂછે કે, હું જે પરિસ્થિતિમાં છું તે પરિસ્થિતિમાં રહેલો કોઈ માણસ અવિવાહિત રહે તો તે મને ગમે કે? આવા પ્રસંગે તે અવિવાહિત રહે તો કદાચ તેને પાપ લાગે નહિ. કારણ તેવી પરિસ્થિતિમાં ઘેડા જ માણસ હોઈ શકે અને તે અવિવાહિત રહે તો બુદ્ધિને નહિ રચવા જેવું તેમાં કંઈ જ રહેતું નથી. “અન્ય લગ્ન કરવું પણ મારા જેવા અપવાદાત્મક પરિસ્થિતિમાં પડેલાએ લગ્ન કરવું નહિ, એમ નિર્ણય આવે તેમાં સદ્દબુદ્ધિને અરુચિકર એવું કંઈ જ નથી” એમ તે કહે તો કેટનું સૂત્ર તેને કેવી રીતે ગુનેગાર ગણી શકે? આ ઉપરથી જણાશે કે સાર્વત્રિકતાનો અર્થ વિશિષ્ટ પરિસ્થિતિની અપેક્ષાએ કરીએ તો જે નિર્ણય આવે છે તેનાથી પરિસ્થિતિ લક્ષમાં ન લઈને કરેલા નિર્ણય ભિન્ન પડે છે. કેટના મનમાં કયે અર્થ વિવક્ષિત હતું તે નક્કી કરવાનું કઠિન છે.
(મેકેન્ઝીનું Manual of Ethics ભાગ ૨, અ. ૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org