________________
નીતિશાસ્ત્ર પ્રવેશ ખરાબ. આપણને જે ઈષ્ટ હોય તેને દૂર કરવાનું વિવેકબુદ્ધિને ન રૂચે એ સ્વાભાવિક છે, પણ “ઈષ્ટ'રૂપી દૈવતનું આરાધન કરવું એ કામ નીતિનું નથી; નીતિ એ નીતિ” તરીકે સર્વને હમેશ માન્ય રહેવી જોઈએ; અમુક એક ઈષ્ટ સાધ્ય કરી આપે છે માટે તે માન્ય છે એમ ન થવું જોઈએ –નું થઈ શકે. “ચોરી કરવી, “વચનભંગ કરવાને હરકત નથી” એવા અનીતિના નિયમ વિવેકબુદ્ધિને રચતા નથી એનો અર્થ (કેટના મત પ્રમાણે) એ નથી કે, ચૌર્યાદિ આચાર આપણા ધ્યેય કે ઈષ્ટ પુરુષાર્થથી વિરુદ્ધ જાય છે માટે તે નિંદ્ય છે. ધ્યેય, પુરુષાર્થ, કે ઈષ્ટ વસ્તુની અપેક્ષાથી વિધિનિષેધારક નીતિનિયમ નકકી થતા નથી; પણે તે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વિના વિવેકબુદ્ધિને રૂચે તેવા (કિંવા ન રુચે તેવા) હેય છે માટે નિયત થાય છે. સુખ કિવા અન્ય કોઈપણ અપેક્ષા રાખવામાં આવતી નથી તો પણ વિવેકબુદ્ધિને “વચનભંગ”ની વાત આત્મઘાતી લાગે છે તેથી વચભંગ નિધિ છે. જે નિયમ સાર્વત્રિક થઈ શકે છે, એટલે સાર્વત્રિક થવા છતાં જેમાં આત્મઘાતકી વિસંગતિ ઉત્પન્ન થતી નથી, તે જ નિયમ વિવેકબુદ્ધિને રચે છે. વચનમંગ સાર્વત્રિક થાય તો તેનો કંઈ જ અર્થ રહે નહિ એમ કાઈ પણ ઐહિક કિવા પરમાર્થિક ફલનું કિંવા ધ્યેયની અપેક્ષા રાખ્યા વિના આપણે કહી શકીશું; એટલી
વચનભંગ'ના નિયમને સાર્વત્રિકપણમાં વિસંગતિ છે માટે વચનભંગ ખરાબ છે. જે નિયમમાં આત્મનાશ કરનારી વિસંગતિ હેય છે તે નિયમ વિવેકબુદ્ધિને રુચ નથી અને તેનું કારણ એ નથી કે અમુક એક ઈષ્ટ સાધવામાં તે વિરોધ કરે છે; પણ કારણ એ છે કે, તે નિયમ સાર્વત્રિક થયો છે એવી કલ્પના કરીએ તો તેમાં તે નિયમનો પોતાને જ નાશ થશે એમ વિવેકબુદ્ધિ સ્પષ્ટ જોઈ શકે છે.*
* Act only on that maxim (or principle) which thou canst at the same time will to become a universal law અર્થાત જે નિયમ સાર્વત્રિક થઈ શકે તે જ નીતિને અને જે ન થઈ શકે એ અનીતિને. મેંટના એ સૂત્રનો અર્થ જેટલો સ્પષ્ટ લાગે છે તેટલું સ્પષ્ટ નથી. આ સૂત્રના બે અર્થ થઈ શકે છે. અમુક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org