________________
કાર્યકાર્ય કરાવવાની કસોટી
૧૮૯ ઘણી વખત પરધન અને પરકામિની તરફ ધપાવે છે. માટે ઈનેિ આધીન થશો નહિ, તે તમને ખાડામાં નાખશે વગેરે પ્રકારને ઉપદેશ ખોટો નથી, પરંતુ ઈદ્રિય પર થી હલે કેટલીક વખત એટલે સુધી પહોંચે છે કે, સુન્દ્રાય સ્વાહા, તક્ષાય સ્વાહા, ના ન્યાયે દય સાથે આત્માને પણ નાશ થવાને પ્રસંગ આવે છે!
આપણે ત્યાં જેમ વાસનાક્ષયવાદી સંન્યાસીઓ થઈ ગયા છે તેમ યુરો પમાં પણ થઈ ગયેલા છે. તેમાંના કેટ નામના પ્રખ્યાત જર્મન તત્વવેત્તાએ પોતાના વિચાર સવિસ્તર અને
ન્યાયપદ્ધતિને અનુસરી પ્રતિપાદિત કરેલા હોવાથી તેને જ મતનો વિશેષ ઉપયોગ કરીશું તો ઠીક થશે. કંટ કહે છે કે, નીતિનિયમ નિત્ય, ત્રિકાલાબાધિત અને સ્વત:સિદ્ધ છે. તે ક્યારેય થઈથી પા બદલી શકાય તેમ નથી. ‘અમુક એક વાત નીતિદષ્ટિએ સારે છે” એમ કહેવામાં આવે એટલે તેને પ્રત્યેક સમજુએ “સારી માનવી એ તેની ફરજ છે. “ઉપયુક્તતા ને માટે તેમ નથી; એકને જે “ઉપયુક્ત” જણાય છે તે બીજાને ઉપયુત જણાશે જ એમ કહી શકાય નહિ. કવીનાઈન ઉપયોગી છે, પણ કોને ? જેને ટાઢિયો તાવ આવ્યો હોય અને તેમાંથી સારા થવાની ઈચ્છા હોય તેને. સાકર ઉપયોગી છે, ઈષ્ટ છે, પણ કેને? જેને મીઠા મીઠા પદાર્થ ખાવા હોય તેને. મધુમેહવાળા માણસને સાકર ઉપયોગી કે ઇષ્ટ નથી. ઉપયુક્તતા સાપેક્ષ છે, પણ નીતિનિયમ સાપેક્ષ નથી. તે ત્રિકાલાબાધિત છે. “તને સુખની વાંછના હોય તો ચોરી કરીશ નહિ, તેની જરૂર ન હોય તે ખુશીથી કર” એવા પ્રકારની અનિશ્ચિત, સાપેક્ષ, વ્યક્તિવિશિષ્ટ અને વૈકલ્પિક વાણું નીતિના મુખમાં નથી હોતી. તેની વાણી “ચોરી કોઈ પણ પ્રસંગે પાપ જ છે” એવા પ્રકારની સાર્વત્રિક, નિશ્ચયાત્મક, નિત્ય અને નિરપેક્ષ હોય છે.
અમુક કર અને અમુક ન કરીશ” એવા પ્રકારના વિધિનિધાત્મક નિયમ કાયદામાં હોય છે, નીતિશાસ્ત્રમાં પણ હોય છે; પરંતુ ઊભયનું બંધકત્વ કિંવા માત્ર એક જ પંક્તિનું નથી. કાયદાના નિયમને કોઈ ભંગ કરવાની ઈચ્છા કરશે તે કાયદે તેને કહેશે કે, “ભાઈ આ નિયમ તેડીશ તે તને ભારે થઈ પડશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org