SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્યકાર્ય કરાવવાની કસોટી ૧૮૫ સુખને સમાન ગણ તે નથી. સુખવાદને વિકાસવાદનો ટેકે મળ્યા પછી માણસને અથવા સ્વમુખતત્પર વ્યક્તિ વિશિષ્ટ આત્મા અને તેને જાતિ–સામાન્ય આમાં અથવા તિહિત–તપર આત્મા (Tribal self) એ ભેદ માનવા સુધી વિકાસવાદને વિકાસ યે છે, એમ આગળના વિવેચન પરથી દેખાઈ આવશે. અનિત્ય અને શુદ્ર સુખ ઇચ્છનાર આત્મા તથા નિત્ય અને ઉચ્ચ સુખ ઈચ્છનાર આત્મા એ સર્વનો અર્થ એ છે કે આત્માનું ખરું સ્વરૂપ શું, જીવાત્મા અને પરમાત્મા વચ્ચે શો ભેદ છે અને તેમને સંબંધ શ વગેરે પ્રશ્ન તરફ સુખવાદીની દષ્ટિ વળેલી છે. આ ઉપરથી જણાઈ આવશે કે, આત્મા વિષયક વિચારના શાસ્ત્રને જે આધ્યાતમ કહેવામાં આવે તો અધ્યાત્મ માં પ્રવેશ કર્યા સિવાય નીતિશાસ્ત્રનો છૂટકે નથી; પણ એ વિષે અધિક વિસ્તાર કરતા પહેલાં સુખવાદને સપડાવનાર બીજ જે કંઈ એક બે યુક્તિવાદ છે તેને વિચાર કરીશું. સુખવાદને અનુસરી “સુખ જ સદૈવ માસનું સાધ્ય હોય છે” એમ માનીએ તે માણસને કદી કદી સુખ નહિ આપનાર વાતની જે ઈચ્છા થાય છે તેની ઉપપત્તિ ગોઠવાતી નથી. સુખ અને કેટલાંક સુખસાધનનું નિત્ય સાન્નિધ્ય હોવાથી આ ભ્રમ થયો છે જોઈએ એમ કહીએ પણ આ નિત્ય સાન્નિધ્યને અનુભવ મળતા પહેલાં બાળપણમાં સ્વહિતને ત્યાગ કરી પરહિત સાધવાની એકાદ વખત જે ઇચ્છા થાય છે તેનું કોકડું ઊકલતું નથી. સ્પેન્સરના વિકાસવાદે આપણને હજારો વર્ષ પર દેખાવ બતાવી એ કોકડું ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે. પ્રત્યક્ષ નાના બાળકને ને કે અનુભવ નથી હોત તો પણ તેના પૂર્વજોને અને ભવ – કિવા તેને બીજધર્મ કહે –- બાળકના મગજમાં સુત હોય છે, એ વિકાસવાદનું ઉક્ત કોકડું ઉકેલવાને સોયે છે. આ સેયાથી સુખવાદનું કામ ઘણું સરળ થયું છે, પણ નૈતિક પ્રશ્ન સંબંધી વિચાર કરતાં “છે” અને “હેવું જોઈએ” એ બે વિધાન વચ્ચે જે ભેદ દૃષ્ટિએ આવે છે તે ગ્રંથીને ઉકેલવા કે તેડવાની શક્તિ એ સોયામાં નથી એમ કેટલાકનું કહેવું છે. અમુક અમુક પરિસ્થિતિમાં અને અમુક અમુક માર્ગે મનુષ્યજાતિની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy