________________
નીતિશાસ્ત્રપ્રવેશ કિંવા ગર્દભનું સુખ અને કાવ્યશાસ્ત્રાજ્ઞિ માણસનું સુખ સમાન જ છે. આ તત્ત્વ પ્રમાણે એક માણસના સુખ માટે ગાડીના બે બળદને અથવા એક બળદયે શા સારું દુઃખ આપવું એને ખુલાસે થતો નથી, તો પછી એક સજજનને સુખ માટે એક દુજનને દુઃખ દેવાને પ્રસંગ આવે તેનું સમર્થન શી રીતે થઈ શકે? ચેરી કરું તે જેને ઘેરથી ચોરી કરું તેને દુઃખ થાય એ ખરું છે, પણ મને તો તેથી વિશેષ સુખ થાય તેમ છે, માટે એ વ્યવહારમાં દુ:ખ કરતાં સુખ વિશેષ મળે તેમ છે, એ જે કોઈ ચેર યુકિતવાદ કરે તે તેને બીડ જવાબ છે અપાય? તે ચોરને કહેવામાં આવે કે તું પકડાઈશ ત્યારે તને બહુ દુઃખ થશે, તે તે કહેશે કે, ચોરી ન પકડાય તેવી સાવચેતી રાખીશ, પછી તે તમારે કંઈ કહેવા જેવું નથી ને ? ને કહેવામાં આવે કે સમાજમાં જે ચોરીઓ થવા લાગે તે સમાજને અને પરંપરાએ તને પણ નુકસાન થશે, ત્યારે તે કહેશે કે, શા ઉપરથી વિશેષ નુકસાન થશે તે પ્રથમ સિદ્ધ કરી આપો અને બીજું એ કે સમાજને નુકસાન થાય તેની મારે શા માટે પરવા કરવી? હું તે મારું સુખ જઈશ, સમાજનું ગમે તે થાય !
આ તકી ચેરને જનહિતવાદી મીલ કહેશે કે, “ભાઈ તું જ તારા મનમાં વિચાર કરી જો કે, ચોરી કરી મોજ મારવામાં વિશેષ સુખ છે કે નીતિથી રહી મળે તેટલે રોટલો ખાવામાં વિશેષ સુખ છે? એ વિચાર કરવા છતાં પણ તે તને ચરી જ ઠીક લાગતી હોય તે ભલે તેમ કર, પણ અમે સુસંસ્કૃત માણસે તને પકડવાનો પ્રયત્ન કરીશું અને જો તું પકડાઈશ તે તને તુરંગમાં ભેજ દઈશું; કારણ અમારું મન અમોને કહે છે કે ચોરીના પેંડા ખાવામાં જે સુખ છે તેના કરતાં પરસેવો પાડીને રોટલો ખાવાના સુખની યોગ્યતા અધિક છે.”
મીલે ભિન્ન સુખમાં જે નીતિભેદની કલ્પના કરી છે તેમાં દુર્જનના સુખ કરતાં સજજનનું સુખ અધિક મહત્વનું છે એ તત્ત્વ ગર્ભિત છે. આ તત્તવ ધ્યાનમાં રાખવાથી દસ દુર્જનનું સુખ વિશેષ કે એક સજજનને સંતોષ ? એ પ્રશ્ન સહેલાઈથી છૂટી શકે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org