________________
કાર્ય કરાવવાની કસોટી શાન વિચાર કરવા જેવી છે; પણ એ બે પક્ષમાં જે ભેદ છે તે ભૂલી ન જવો જોઈએ. મીલ વગેરેનું કહેવું છે કે, આપણે સુખ સાથે અન્યનું સુખ કે હિત પણ જેવું એ પુરુષાર્થ – નિશ્ચયામક અથવા એય – નિદર્શક સામાન્ય સિદ્ધાંત અંતઃસ્કૂર્તિથી સમજાય છે. તેને અન્ય તાર્કિક પ્રમાણની જરૂર હોતી નથી. પણ એ દઇએ કબૂલ કરીએ તો પણ બે ભાવનામાંની કિંવા પ્રવૃત્તિમાંની કઈ વંઘ અને કઈ અવંઘ, કઈ અધિક શ્રેયસ્કર અને કઈ એ છી શ્રેયસ્કર વગેરે અંતઃસ્કૃતિથી સમજાય છે એમ તેઓ કહેતા નથી. માટીનેનું કહેવું એવું નથી, તે કહે છે કે મનમાં નૈતિક પ્રશ્ન ઉતપન્ન થતાં જ સદસદ્વિવેકબુદ્ધિ ઉત્તર આપે છે. અર્થાત કે માર્ગ શ્રેયસ્કર અને કયે અસ્કિર તે કહે છે.
જનહિતવાદ પર લે તિલકે જે મામિક આક્ષેપ કર્યો છે તેમાંને એક એ છે કે, એ વાદને મૂલભૂત તત્ત્વ કે શાસ્ત્રીય આધાર નથી. તેઓ કહે છે કે અધ્યાત્મવાદીને પ્રશ્ન કરવામાં પાવે , અન્ય પર પ્રેમ શા સારુ કરે?” તે તે અત સિદ્ધાંતના આધારે કહેશે કે “સર્વ લેકને આમ વસ્તુતઃ એક છે, માટે સર્વ ચરાચર જીવના હિત માટે તત્પર રહેવું” ! જેના અંતઃકરણમાં પ્રેમ કરે છે તેને પિતાના પ્રેમને અદ્વૈત વેદાંતને આધાર હોવાનું જાણું સારું લાગશે અને એમાં કંઈ શંકા નથી કે એ દષ્ટિએ એ આધાર ઉપયોગી છે, પણ આપણે જનહિતવાદને જેવો પ્રશ્ન કર્યો તેવો અધ્યાત્મવાદને પણ કરીએ તે તે પણ ખૂણામાં ભરાશે એમ લાગે છે. જનહિતવાદ કહે છે કે, “સુસંસ્કૃતને પરહિત કરવા જેવું લાગે છે માટે તે તેણે કરવું;” અધ્યાત્મવાદ કહે છે કે, જેને બ્રહ્મજ્ઞાન થયેલું છે તેને પ્રાણીમાત્ર સમાન જ લાગતાં હોવાથી “તે સર્વભૂત-હિતરત” હોય છે અને તે જ પ્રમાણે અન્ય પણ બનવું જોઈએ.” પરંતુ એ બને ઉત્તરમાં છેવટે કોઈ ને કોઈ વિશિષ્ટ “જ્ઞાન”ની મર્યાદાએ આવવું પડે છે અને જ્ઞાનનું પ્રમાણ અન્ય પ્રમાણથી સિદ્ધ થવું અસંભવિત હોય છે. સુસંસ્કૃત માણસનું જ્ઞાન માન્ય કેમ સમજવું? એવો પ્રશ્ન કરનાર અધ્યાત્મવાદીને જનહિતવાદી પ્રશ્ન કરે કે બ્રહ્મજ્ઞાન શા માટે માન્ય સમજવું?” ત્યારે તેને શે ઉત્તર મળે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org