SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિશાસ્ત્રપ્રવેશ સુખ ત્યજી અન્યનું સુખ જોવાનું વેચાતું શ્રાદ્ધ લેવાની શી જરૂર ? ત્યારે મીલે એ ઉત્તર આપ્યો હેત કે, તને જે સમાજને સુખ કે હિતની લેશ માત્ર દરકાર જણાતી ન હોય તે, મારે કોઈ કહેવાનું નથી; અનુભવ એવે છે કે, હાલના સુસંસ્કૃત માણસને પર પકાર કરવાની ઈચ્છા થાય છે. સર્વ જ પરે પકારી હોય છે એમ કંઈ હોતું નથી; પણ “પપકાર સાર” એમ ઘણુંખરાને લાગે છે. જેમને આમ લાગે છે તેઓ જ આ મનેત્તિ ગ્રાહ્ય કિંવા માન્ય સમજશે. અન્ય જનોએ તેને શા માટે માન્ય ગણવી તેને ઉત્તર આપવાનું બને તેમ નથી.' પરોપકાર શા માટે સારે? ત્યારે એ જ ટૂંકા ઉત્તર અપાય કે, મારું અંતઃકરણ મને કહે છે માટે સારે, અર્થાત છેવટે એમ જ કહેવું જોઈએ કે, મીલ પણ એક રીતે અંતે આધિદૈવત પક્ષને (Conscience theory ) સંમત થાય છે. સીજવિકે જ્યારે જનહિતવાદ હાથમાં લીધો ત્યારે તેને પણ અંતઃકરણપ્રવૃત્તિનો આશ્રય લે પડ્યો હતો. તેણે પોતાના નીતિશાસ્ત્રવિષયક પ્રસિદ્ધ ગ્રંથમાં કહ્યું છે કે, નીતિશાસ્ત્રમાં ત્રણ સિદ્ધાંત ગૃહીત છે : ૧. જેથી પોતાનું અધિક હિત થાય તેમ હોય તે કરવું, એ વ્યાવહારિક દૂરદષ્ટિને સિદ્ધાંત. (Axiom of Prudence). ૨. એકંદર જગતનું (કિંવા સમાજનું) જેથી અધિક કલ્યાણ થાય તેમ હોય તે કરવું, એ સમજભરી પ્રેમદષ્ટિનો સિદ્ધાંત. ( Axiom of Rational Benevolence ). ૩. એક વ્યક્તિના કલ્યાણને અન્ય વ્યક્તિના કલ્યાણ સાથે વિરોધ થાય તે પક્ષપાતબુદ્ધિ રાખ્યા વિના સર્વનું કલ્યાણ એક જ માપથી માપવું, એ સામ્યબુદ્ધિનો સિદ્ધાંત. (Axiom of Equity). આ સિદ્ધાંતને સત્ય કેમ માનવા એ શંકાનું નિરસન કરવામાં સીજવિક ફક્ત એટલું જ કહી શકે છે કે, તે સમજુ અને સુસંસ્કૃત માણસને સાચા લાગે છે માટે ખરા છે. મીલ અને સીજવિકને છેવટે માન પ્રમાણે અંતઃકરણ પ્રમાણ માનવું પડયું છે એ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy