________________
કાકાર્ય કરાવવાની કસોટી
૧૬૩ ભેદ માનતા નહતા અને સર્વ સુખને એક જ માળામાં ગૂંથતા હતા. તેઓ કહેતા કે ભેદ હોય તે ઉત્કટતાને ઓછોવત્તાપણામાં રહેલે છે. ગ્રામ્ય માણસને આહાર-નિકાદિમાં પશુ જેવું જે સુખ પ્રાપ્ત થાય છે, તે સુખને સરવાળો જે ઈદ્રિયનિગ્રહ કરનાર જ્ઞાનવામાં માણસના સુપથી વધી જતે હોય તે, પહેલું સુખ જ કઈ પણ માસ રવીકાશે અને તેમણે તે સ્વીકારવું જોઈએ. આવા પ્રકારના જુવાન સુખવાદની નિખાલસતા – ભલે ફટકણપણું કહે – એક દૃષ્ટિએ મનોહર હતી. એ નિખાલસ સુખવાદની શકિત, નિશ્ચય, દરતા અને સર્વ વિશ્વને પિતાની છાયામાં લેવાની ધમક જોઈ તેના શત્રુને પણ તેની પ્રશંસા કરવાનું મન થાય છે. પણ જ્યારે સુખ સુખમાં સૂક્ષ્મ ભેદ છે એમ કહેવા જેટલી તે અને દ્વિમુખત્વ દષ્ટિએ પડે છે ત્યારે તેના તારણ્યને અંત આવી વૃદ્ધાવસ્થાને આરંભ થાય છે એમ કહેવાને હરકત નથી.
આપણા હિંદની જ્ઞાતિ પ્રમાણે સુખમાં પણ ભિન્ન ભિન્ન ઉચ્ચ નીચ જતિ હોય તે તેને ઉચ્ચ નીચ ભાવ કેવી રીતે ઠરાવવામાં આવે છે તે સમજવાની આવશ્યકતા છે. એટલું તે ખુલ્લું છે કે, સુખના ઓછાવત્તા સરવાળા કે પ્રમાણ પર એ ભેદને આધાર નથી: કારણ સુખમાં જાતિભેદ હોય છે તેમાં સુખપ્રદતા કરતાં અન્ય કોઈ પણ વ્યવચ્છેદક ધર્મ લેવો જોઈએ. એ ધર્મ એટલે તે સુખની સુસંસ્કૃતતા માને, સાત્ત્વિકતા માને, નીતિમત્તા માને કિંવા ધાર્મિકત્વ માને ગમે તેમ કહી પણ “કર્મનું ઓછુંવત્ત શ્રેયસ્કરવા તેની ઓછીવત્તી સુખપ્રદતા ઉપર જ આધાર રાખે છે; અન્ય કોઈ પણ ઉપર નહિ' એ એકાંતિક પ્રતિજ્ઞાને ઉશ્કેદ થઈ જાય છે.
મલે સુખ (Pleasure) શબ્દને બદલે કદી સંતોષ (Happiness) તે કદી હિત કિંવા કલ્યાણ (Good) શબ્દને ઉપયોગ કર્યો છે અને જેણે તેણે પિતાના સુખને જ વિચાર કરે અને જેટલું અધિક સુખ મળે તેટલું મેળવવું એ સૂત્રને સ્થાને “અધિક લોકોનું અધિક હિત થાય તે કરવું” એવું સૂત્ર તૈયાર કર્યું છે. મીલના આ સાત્વિક સુખવાદને આપણે જનહિતવાદ કહીશું. મીલને જે કેઈએ પૂછયું હતું કે, મારે મારું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org