________________
નીતિશાસ્ત્ર પ્રવેશ કાળ સુધી સંસર્ગ થવાથી માટીને પુપના સુવાસની ગુણસ પ્રાપ્ત થાય છે, તેમજ સુખના સાધન અને સુખ વિષે છે, એમ કેમ ન માનવું ?
સાહચર્યજન્ય ભ્રમથી સુખ-સાધનને વાજબી કરતાં વિશેષ મહત્ત્વ પ્રાપ્ત થાય છે, એ ઉપપત્તના આધારે સુખ કરતાં દુ:ખ સ્વી કારનાર ધનલોભ, સ્વાર્થ ત્યાગ કરનાર દેશાભિમાન વગેરે કેટલીક બાબતોને સુખવાદાનુસાર નિર્ણય લાવી શકાય, પણ બાલ્યાવસ્થાથી જે કેટલીક ખરાબ વાતો માટે નૈતિક તિરસ્કાર કે કંટાળે હેય છે (કિંવા, સારી વાત માટે આદર થાય છે, તેની અને સુખવાદની એકવાયતા કરવામાં સાહચર્યજન્ય ભ્રમની આ કલ્પને વિશેષ ઉપયોગી થતી નથી, કારણ એવા દાખલામાં સાહચર્યનો અનુભવ જ નથી હોતે. આના જવાબમાં સુખવાદીઓની એવી કેટી છે કે, પાંચ છ વર્ષના બાળકને માટે જગતને પુષ્કળ અનુભવ થઈ કાર્યના સુખદુઃખાત્મક પરિણામનું ગણિત થવું શક્ય નહિ હોય, પણ ‘પૂર્વજ-સંસ્કાર ” તેના મગજમાં એ ગણિત ગૂઢ રીતે સ્થાપી મૂકે છે. વિકાસવાદ – ઉત્ક્રાંતિવાદ કહે છે કે માનવ પ્રાણીના અવયવની માફક જ તેની ભાષા, વિચાર વગેરેની કમેક્રમે ઉન્નતિ થયેલી છે. નાનાં બાળકોને પૂર્વજની સંપત્તિને, ઘરને, ભાષાને સાર્વજનિક સંસ્થાનો બાળપણથી વિના શ્રેમે લાભ મળે છે, તે જ પ્રમાણે પૂર્વજોના અનુભવને ઉપયોગ કરવાનું પણ મળે છે. બાળકના મગજમાં પૂર્વજોને અનુભવ એકત્ર થયેલ હોય છે. ફેનોગ્રાફની થાળીમાં જેમ ગીત સંગ્રહેલું હોય છે અને વિશિષ્ટ રીતે સેયને આઘાત થતાં તે પ્રગટ થાય છે, તેમજ માણસના મગજમાં પૂર્વજોને અનુભવ ભરેલું હોય છે અને પરિસ્થિતિને વિશિષ્ટ આઘાત થતાં જ એ અનુભવજન્ય ગૂઢ જ્ઞાનને પ્રગટ સ્વરૂપે પ્રાપ્ત થાય છે.
આના સંબંધમાં એવો આક્ષેપ થઈ શકશે કે, આ જગતમાં પ્રાપ્ત થયેલ અનુભવ કે સંસ્કાર (Acquired characters) બાળકમાં ઊતરે છે એમ અદ્યાપિ સુધી સિદ્ધ થયેલું નથી. કેઈ પણ કબૂલ કરશે કે વડીલના બીજગર્ભ કિંવા પ્રકૃતિજ ગુણ બાળકને પ્રાપ્ત થાય છે, પણ આ જન્મમાં અનુભવથી પ્રાપ્ત થયેલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org