SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ મરાઠી પુસ્તકને ઉપઘાત [ Aી. ગોવિંદ ચિમણજી ભાટે ] મુંબઈ વિશ્વવિદ્યાલયના અભ્યાસક્રમમાં ફક્ત એમ. એ. ની પર ક્ષામાં જ મેરુમણિ પ્રમાણે મરાઠીને પ્રવેશ થયો છે. કેવળ અલંકારરૂપ સંકુચિત પ્રવેશ કરતાં વિશેષ પ્રમાણમાં મરાઠીને સ્થાને મળવા વિષેની સૂચનાને સેનેટ સમક્ષ વિચાર ચાલતે હતો. એ કામ માટે મળેલી સેનેટની એક સભાની બેઠક પૂરી કરી હું ઘર તરફ જતા હતા તે વખતે એક વિદ્વાન અને બહુશ્રુત સભાસદે મને કહ્યું: “પ્રોફેસર સાહેબ, તમે મરાઠીના મોટા ભક્ત કહેવડાવો છે તથા વિશ્વવિદ્યાલયમાં મરાઠીને વિશેષ પ્રમાણમાં સ્થાન મળવું જોઈએ; એટલું જ નહિ પણ અંગ્રેજી સિવાયના અન્ય વિષય મરાઠીમાં શીખવવાની પરવાનગી આપવી એ અભિપ્રાય ધરાવો છો; પણ શું તમને ખરેખર એમ લાગે છે કે, હમણાં તમે તર્કશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાન જેવા ગહન વિષય અંગ્રેજીમાં શીખો છો તે મરાઠીમાં શીખવી શકશે?” આ અચાનક અને અણધારી રીતે થયેલા પ્રશ્નનો મેં શાંતિપૂર્વક ઉત્તર આપ્યો : “હાલમાં એ પ્રશ્ન નથી. પણ રાવ સાહેબ, તમે અમને સંધિ, સવડ અને સવલત આપે. પછી અમે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy