________________
१४
એ કળાનું ગૌરવ જાળવવાના પ્રયત્ન કર્યાં છે. અનુવાદની કસણી આકરી રીતે થવી જોઈ એ. જાણવું જોઈએ કે પોતે કાષ્ઠ વૈતરું કરનાર મજૂર નથી. એ સમાજ, એ સાહિત્ય અને એ સંસ્કૃતિ વચ્ચેના પાતે વણજારા અથવા એલચી છે. શું લેવું અને શું ન લેવું અને જે લીધું છે તે કયા રૂપમાં રજૂ કરવું એના ઉચ્ચ વિવેક એણે જાળવવા જોઈ એ. નહિ તેા અનુવાદની પ્રવૃત્તિ ચેપી રોગ જેવી વિનાશક નીવડવાની. પ્રસ્તુત પુસ્તક મરાઠી સાહિત્યનું મંગલમય ઘરેણું છે. એની પસંદગી કરવામાં । અનુવાદકે પેાતાની સુંદર અભિરુચિના પરિચય આપ્યા જ છે. અનુવાદ મૂળ સાથે સરખાવવાની નવરાશ મારી પાસે ન હતી પણ એક એ પ્રકરણા સાંભળી જતાં એટલી તેા ખાતરી થઈ ગઈ કે અનુવાદના પ્રવાહ એકધારા ચાલે છે. મૂળ ગ્રંથકારને કે અનુવાદની ભાષાને કાંય અન્યાય ન થાય એટલી કાળજી અનુવાદકે લીધી છે.
મૂળ લખાણ જો બહુ અઘરું હોય તે અનુવાદકે તેને હળવું કરવાની છૂટ લેવામાં વાંધો નથી. પરંતુ જો મૂળ લખાણ શૈલીની દૃષ્ટિએ વખણાતું હોય તેા અનુવાદકે મૂળ લેખકની શૈલી, એના શબ્દપ્રયાગે અને એની પરિભાષાની ચૂંટણી પણ બનતા સુધી એવી ને એવી જ જાળવવી જોઈ એ. ઉત્કૃષ્ટ સાહિત્યના અનુવાદો દ્વારા પણ આપણે આપણી ભાષાને સમૃદ્ધ કરી શકીએ છીએ એ ભુલાવું ન જોઈ એ.
જ્યાં સુધી આપણા બધા જ પ્રાંતા અંગ્રેજી કે સંસ્કૃતના અનુવાદ ઉપર જીવતા હતા, ત્યાં સુધી પ્રાંત પ્રાંત વચ્ચે સાહિત્યિક આપલે કરવાની ગરજ જણાતી ન હતી. હવે ભારતીય જાગૃતિના દિવસા ઊગ્યા છે. દરેક પ્રાંતમાં હવે જીવનના તેમજ સાહિત્યના મૌલિક પ્રયોગા થવા લાગ્યા છે. હવે આંતરપ્રાંતીય આપલે ચલાવવામાં અર્થ આવ્યા છે અને એનું મહત્ત્વ પણ વધ્યું છે. આવે વખતે સાહિત્યિક એલચીએની સંખ્યા અને ચેાગ્યતા વધવાં જ જોઈ એ. આ દિષ્ટએ પણ આ અનુવાદને હું વધાવી લઉં છું.
વર્ધા ૨૮-૧૦-૩૭
દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર
Jain Education International
For Personal & Private Use Only
તેથી પણ હવે ભાષાંતરકારે એ
www.jainelibrary.org