________________
કાર્યાકાર્ય કરાવવાની કસોટી
૧૫૫ કેટલીક બાબતમાં પરંપરાગત શાસ્ત્રની વિરુદ્ધ ઉપદેશ આપવો પડ્યો છે. એવા પ્રસંગે કયા તત્વનું શરણ લઈ કાર્ય અકાયનો નિર્ણય કરવો?
એટલું ખરું છે કે, જેની કોઈ શાસ્ત્ર કે સાધુ પુરુષ પર એટલી શ્રદ્ધા છે કે તે શાસ્ત્ર કે સાધુ પુરપ કહે તે જ ખરું એમ તેને લાગતું હોય, અને તે વિષે સંશય પણ સ્પર્શ કરતો ન હોય તેને ઉક્ત આપત્તિની અડચણ જણાશે નહિ; પણ એવા થોડાક જ ભાગ્યશાળી માણસ સિવાય અન્યને કાર્યનું ઓછુંવત્ત શ્રેયસ્કરન્દ્ર નિશ્ચિત કરવા માટે “આત વાય” સિવાય અન્ય એકાદ કસોટીની જરૂર છે.
સુખવાદ હોમ્સ, ઍમ વગેરે આધુનિક યુરોપિયન સુખવાદમાંના આરંભના સુખવાદી કહેતા કે દરેક પિતાનું જ સુખ જુએ છે અને દરેકે પોતાનું જ સુખ જેવું. તેવી જ રીતે, મિષ્ટ પદાર્થ ખાવાનું સુખ, કાબવાના આનંદ, પરોપકારનો સંતોષ, કર્તવ્યકર્મ કર્યાથી થતું સમાધાન, ધર્મનિષ્ઠાને લીધે પ્રાપ્ત થતી પ્રસન્નતા, એ સર્વ વૃત્તને તે “સુખ’ની ભાવનામાં અંતર્ભાવ કરતા હતા. સુખ કહીએ તે તે એક જ પ્રકારનું હોવું જોઈએ, પછી તે મિષ્ટાન્નસેવનનું હોય કે બ્રહ્મજ્ઞાનથી પ્રાપ્ત થયેલું હોય. સુખ સુખમાં ફરક હોય તો તે સુખની પ્રમાણે, યે ઉત્કટતા વગેરે બાબતમાં હોય; પણ સુખની નીતિ કે પ્રકાર એક જ હોઈ રાકે. આ તવ પ્રમાણે મદ્યપાન, વ્યભિચાર વગેરે પાપ નિષિદ્ધ છે. પણ તેનું કારણ એ છે કે, તે કમ એકંદરે તથા દૂરદેશથી વિચાર કરતાં સુખ કરતાં દુ:ખ જ વિશેષ આપે છે. પરોપકારાદિ સત્કર્મ પણ એ તત્વજ્ઞાનને પ્રિય છે; પરંતુ તેનું કારણ એ નથી કે તે કર્મ સત છે. તેનું કારણ તે એ જ છે કે તે અધિક સુખદાયક છે. આપણું પર ક્યારે વિકટ પ્રસંગ આવશે અને કયારે નહિ આવે તેને વિચાર કરીને આપણે જે અન્ય ઉપર ઉપકાર કરીશું તે બીજે આપણે પર કરશે એવી આશા રાખીને જ માણસ બધા પર પકાર કરે છે. કેટલાક લોક પરોપકાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org