________________
નીતિશાસ્ત્રપ્રવેશ સદસદ્વિવેક બુદ્ધિ કહે તેમ કરવાનું જણાવી ઉડાઉ ઉત્તર આપે છે તે માટે શું કહેવું? સુધાથી વ્યાકુળ બની ભિક્ષા યાચનાર અતિથિને “સારું અન્ન ખાવું, ખરાબ ખાવું નહિ” એવા અર્થને કરેલે ઉપદેશ અને “અંતરાત્માને જે શુદ્ધ લાગે તે કરવાને” તમારે ઉપદેશ એ બને સરખા જ પોકળ અને કઠેર છે.
માટની આધિદૈવિક ઉપપત્તિને મૂળભૂત દેષ એ છે કે, બુદ્ધિ કર્મ-સાપેક્ષ છે, એ તને તે ભૂલે છે. કર્મને અત્યંત અભાવ કલ્પવામાં આવે તે બુદ્ધિને કંઈ અર્થ જ રહે નહિ, કારણ “બુદ્ધિ” એટલે કંઈ કરવાની કિંવા થવાની બુદ્ધિ. કંઈ કરવાનું કે થવાનું મનમાં ન હોય તે બુદ્ધિને અર્થ જ રહે નહિ. બુદ્ધિના ઉદરમાં કર્મ ન હોય તો તે અર્થ શુન્ય બને, એ તત્વના વિસ્મૃતિ માટીનોના કેટીક્રમમાં નજરે પડે છે. તે કહે છે કે, નીતિને અને કર્મને કિંવા કર્મફલને કંઈ સંબંધ નથી; તે કર્તાની બુદ્ધિપર અવલંબી રહેલાં છે. તેમનું આ તત્ત્વ સ્વીકારીએ તોપણ આપણે એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે, કર્મ અને બુદ્ધિ વચ્ચે વિરોધની પરાકાષ્ટા કે વિસંગતિ નથી. બુદ્ધિ, બુદ્ધિ, એમ બૂમ પાડીને જે કહેવામાં આવે છે તે કંઈ પણ કર્મ કરવાની જ બુદ્ધિ હેવાની કે અન્ય કંઈ? આપણે એવી ભાષા વાપરીએ છીએ કે, કોઈ પણ ફલની અપેક્ષા રાખ્યા વિના કામ કરવું; પણ એવી નિષ્કામ બુદ્ધિને અર્થ એટલો જ થાય કે આપણી બુદ્ધિ સ્ત્રથમૂલક ન હોવી જોઈએ અને ફલ વિષે આસક્તિ કે આગ્રહ ન હોવું જોઈએ. નિષ્કામ કર્મને એ અર્થ નથી કે બિલકુલ “કામ” જ ન હોઈ શકે, અર્થાત ફળની અપેક્ષા ન હોવી જોઈએ આપણે જ્યારે નિઃસ્વાર્થ – અહેતુક કામની સ્તુતિ કરીએ છીએ, ત્યારે આપણે ભાવાર્થ એ હોય છે કે, અહેતુક કર્મ એટલે સહેતુક કમ પ્રયોગનમનાય ન મોકfપ પ્રર્વતતે એ તત્વ ધ્યાનમાં રાખવામાં આવે, તે કોઈ પણ એ અર્થ ન કરી શકે છે, અહેતુક કિંવા નિષ્કામ કર્મ એટલે “કામરહિત’ કિંવા હેતુરહિત કર્મ. આ ઉપરથી જણાઈ આવશે કે, આપણું મનને જે કે વિશિષ્ટ કર્મની શ્રેયસ્કરતા સમજાય નહિ, તો પણ બુદ્ધિ બુદ્ધિ વચ્ચેનો ભેદ તે તરત જ લક્ષમાં આવે છે, એ માટીનેનું તત્ત્વ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org