________________
૧૪૪
નીતિશાસ્ત્રપ્રવેશ
પ્રકારનું ઉચ્ચ સુખ અનુભવી શકાય છે, તેને એ લેાકેા વિશેષ મહત્ત્વનું માને છે, એપીકચૂરસના સમયને ગ્રીક સમાજ છિન્નભિન્ન બની ગયેલા હતા અને તેમાં સુધારા સાત્ત્વિક વૃત્તિના માણસે તે અશક્ય જણાતા હતા તેથી તે સમયના વિચારીજીની પ્રાંત્ત આપણે આપણું આચરણ શુદ્ધ અને સાત્ત્વિક રાખવું, અન્યની નિક ફિકર કરવી નહિ' એવી હતાશ અને સમાજ-નિરપેક્ષ વિચારસરણી તરફ વહે,એ સ્વાભાવિક હતું. હાલના જમાનાના યુરાપીએ એવી હતાશવૃત્તિનું અવલંબન ન કરતાં “ પાતપેાતાના સમાજમાં અને રાજ્યવ્યવસ્થામાં જરૂરી સુધારા કરાવી શકાય છે અને તે કરવા જોઈ એ” એવા પ્રકારની શૌયકિત વિચારસરણીને સ્વીકાર કરે છે. દિનપ્રતિદિન વૃદ્ધિંગત થતા જતા આત્મગલની શ્રદ્ધાના પ્રભાવ જ્યાં ત્યાં અનુભવાય છે તેથી તત્ત્વજ્ઞાનમાં પણ તેનું દર્શન થાય એમાં નવાઈ જેવું નથી. પ્રત્યેકને એટલું તે કબૂલ કરવું જ પડશે કે, આધુનિક સુખવાદે કાયદામાં, રાજવ્યવસ્થામાં અને સામાજિક રીતાંરવાજમાં અનેક પ્રકારના સુધારા સ્થાપ્યા છે. સ્પેન્સર કહે છે કે એમાંના કેટલાક સુધારા સારા છે અને કેટલાક સારા નથી; પણ સુધારા કહા હુ ગમે તે કહા, એટલું તે નિર્વિંવાદીત છે કે સુખવાદની અસર સર્વત્ર દષ્ટિગાચર થાય છે, ૧. પુરાતન ગ્રીકવાદથી આધુનિક સુખવાદ અધિક દૂરદર્શી અને ડહાપણભર્યો છે, ૨. તે સમાજિનરપેક્ષ નહિં પણ્ સમાજસુખ માટે દક્ષ છે, અને ૩. ત્રીજો એક મુદ્દો આ વિષય સંબંધી છે તે વ્યક્ત કરી આધુનિક સુખવાદની થેાડા વખત માટે રજા લઈશું. એ મુદ્દો એ છે કે, હાલના સુખવાદ માનસશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ અધિક ઊંડે છે. હવે આપણે આધુનિક સુખવાદની સહજ સૂક્ષ્મતાથી ચર્ચા કરીશું. માણસના વિચાર કેવી રીતે બદલાય છે, એક વસ્તુ પરના પ્રેમ હમેશ તેની સાન્નિધ્યમાં રહેલી વસ્તુ પર સાહચય ગુણથી ( association ) પ્રેમ કેમ કરાવે છે અને એ સાહચર્યજન્ય પ્રેમ કદી કદી મૂલભૂત પ્રેમને પણ ક્રમ ઉચ્છેદ કરે છે, પૂજના સ`સ્કાર બાળકમાં સંક્રાં થઈ મનેવૃત્તિ અને વિચારને સ્વાભાવિકપણે કેવી રીતે વિકાસ થાય છે વગેરે માનસશાસ્ત્ર વિષયક પ્રશ્ન સ`બધી હાલમાં પ્રસ્થાપિત થયેલા સિદ્ધાંતા
6
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org