________________
નીતિશાસ્ત્રપ્રવેશ
૧૪૨
મતભેદ છે; પણ પ્રત્યેક તત્ત્વવેત્તાના વિચારની સ્વતંત્ર અને સવિસ્તર માહિતી આપવા જઈએ તેા ગ્રંથવિસ્તાર વધી પડે, માટે સુખવાદનું સામાન્ય વિવેચન કરી ચિત પ્રસંગાનુસાર જ તે તે ગ્રંથકારનું નામ લેવું સગવડભયુ થશે. લે॰ મા॰ બાળગગાધર તિલકે પેાતાના ગીતારહસ્યના ‘ આધિભૌતિક સુખવાદ ’ના સ્વતંત્ર પ્રકરણમાં તેનું અતિ માત્મિકતાપૂર્વક વિવેચન કરેલું છે તે જિજ્ઞાસુને અવશ્ય મનનીય છે.
પુરાતન ગ્રીક સુખવાદ
આ પુસ્તકમાં ગ્રીકદેશના પુરાતન સુખવાદી તત્ત્વવેત્તાએ ને ટુકામાં વિયાર કરવાની જરૂર છે. એક રીતે એ વાદને જન્મ સોક્રેટીસ દ્વારા થયા છે; કારણ કે તેણે કદી કદી એવા પ્રકારની વિચારસરણી સ્વીકારી છે કે, કાર્યનું સારાનરસાપણું તેના ઉપયોગ પરથી કિંવા સુખપ્રદરા પરથી ઠરાવવું,—અમુક શાસ્ત્રમાં તેને સારું કહ્યું છે માટે સારું છે એમ કહેવું નહિ. પરંતુ સૉક્રેટીસ જાતે સુખવાદી નહે . તેના સ્વભાવ પ્રમાણે તેના તત્ત્વજ્ઞાનમાં પણ અનેક વિસંગત વાત એકત્ર વાસ કરતી હતી, તે ઉપયુક્તતાવાદ કિવા સુખવાદનું સમર્થન કરતા હતા; પણ સાથે સાથે તે આત્મનિગ્રહ પણ શીખવતા હતા. તેણે મુખથી જ કહાંને નહિ પણ આચરણશુદ્ધિ કરીને બતાવી આપ્યું છે કે, કર્તવ્યપરાયણતાની ખાતર સુખને તે શું પણ પ્રાણનાયે ભાગ આપવા, સોક્રેટીસને સુખ જોઈતું હતું પણ તે માત્ર સુખને દાસ ન હતા, તે સુખના તિરસ્કાર કરતા ન હતા. તે તેને અતિ પ્રિય હતું પણ તે દુ:ખનીચે પરવા કરતા ન હતા, સર્વ ઋતુમાં તેને!
કૈં જ કાટ તેનું શરીર ઢાંકતા! યુદ્ધમાં તે સતી આગળ રહેતા. ક બ્યની વાત આગળ તે અન્ય કાર્યની પરવા રાખ્યા વિના કતવ્યપરાયણ રહેવાનું જ સમજતા. સોક્રેટીસના તત્ત્વજ્ઞાન અને સ્વભાવમાં ક`વ્યવાદ અને સુખવાદનું જે સુંદર મિલન હતું તે તેના શિષ્યામાં જણાતું નથી. સોક્રેટીસ જેવી વ્યક્તિ પ્રત્યેક કાળમાં હાતી નથી. તેના શિષ્ય હૈાશિયાર હતા પણ તેમનાં તત્ત્વ એકાંગી હતાં. સોક્રેટીસના ઉપયુક્તતાવાદ તેમના હાથમાં પડયા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org