________________
૧૩૪
નીતિશાસ્ત્રપ્રવેશ વસિષ્ઠ થઈ શકશે નહિ; પણ કેટલીક બાબતમાં તો તે જરૂર દિયનિગ્રહ કરી શકશે.
આ વાદને નિર્ણય કેવી રીતે કરવો? સ્વાતંત્ર્યવાદી હૈ કે નિયતિવાદી છે; બન્ને પ્રયોગ કરીને પિતાની વાત સિદ્ધ કરવાને અસમર્થ છે. આધિભૌતિક શાસ્ત્રજ્ઞ પ્રયોગશાળામાં “જીવ” પણ તૈયાર કરી શકતા નથી તો પછી આગળની વાત તે શી રીતે કરી શકે? ઠીક, સ્વાતંત્રયવાદી પણ “ મા” કયાં છે તે દર્શાવી શકતા નથી. જો તેઓ “કાર્યને અમુક અંશ પ્રકૃતિ – કર્મ – પરિસ્થિત્યાદિ કારણથી બનેલે અને અમુક અંશ
આત્મ” શક્તિથી બનેલો” એમ ગણિતશાસ્ત્રની પદ્ધતિથી બિનચૂક બતાવી શક્યા હોત તે વાદ જ રહ્યો ને હેત !
જયારે પ્રત્યક્ષ પ્રમાણ – પ્રયોગ શકય નથી, ત્યારે અનુમાન તરફ દૃષ્ટિ કરીશું. સ્વાતંત્ર્યવાદીને મુખ્ય આધાર આમપ્રતીતિ પર છે. “હું સ્વતંત્ર છું એમ મને લાગે છે, માટે હું સ્વતંત્ર છું ' – એ તેમનો કેટીક્રમ છે. પણ નિયતિવાદી કહે છે, “જે જે લાગે છે તે તે ખરું માનીએ, તે “શાસ્ત્ર'ની શી જરૂર છે? ચંદ્ર આપણી સાથે ચાલતું હોય એમ જણાય છે તેથી તે કંઈ ખરી રીતે આપણી સાથે ફરતો નથી તે. આત્મસ્વાતંત્ર્યની કપના એવી જ ભૂલવાળી છે દિવસે દિવસે સૃષ્ટિનિયમનનું જ સામ્રાજ્ય જણાતું જાય છે. મન'ને પણ પ્રયોગશાળામાં ખેંચી જઈ તેને ઘણું જ નિયમબદ્ધ બનાવેલું છે. અદ્યાપિ તે પૂર્ણ રીતે સ્વાધીન થયેલું નહિ હોય, પણ આ જ નહિ તો કાલે તેને સૃષ્ટિનિયમનનું આધિપત્ય પૂર્ણ રીતે કબૂલ કરવું જ પડશે.”
એકંદરે મથિતાર્થ એ છે કે, “પિતાનો અને અન્યનો પ્રત્યક્ષ અનુભવ” એ સ્વાતંત્ર્યવાદીઓનું શસ્ત્ર છે. નિયતિવાદીને એ શસ્ત્ર બાધિત કરતું નથી. કારણ તેણે દિનપ્રતિદિન વિજયી બનતાં જતાં સૃષ્ટિનિયમવિષયક અનુમાનોનું બખતર પહેરેલું છે. છેવટનો નિર્ણય દરેકની બુદ્ધિ પર છોડી દેવો એ જ ઠીક છે; પણ એટલું માત્ર ધ્યાનમાં રાખવું કે કોઈ પણ પક્ષ પોતાની વાત નિર્વિવાદ રીતે સિદ્ધ કરી શકતું નથી; માટે કોઈએ અભિમાન કરીને વિરુદ્ધ પક્ષ પર નિરર્થક તૂટી પડવું જોઈએ નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org