SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસ્વાતંત્ર્ય ૧૨૯ असंशयं महाबाहो मनो दुनिग्रह चलम् । अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते ॥ આત્મા નવાણું ટકા પરતંત્ર છે, પણ પૂર્ણ રીતે તે નહિ જ. ગાયને જેમ દમણું બાંધવામાં આવે છે, તેમ છતાત્મા પ્રકૃતિના દામણથી બંધાયેલો છે; પણ એને અર્થ એ નથી કે આપણે બિલકુલ હાલી ચાલી શકતા નથી. કંઈ મર્યાદિત ક્ષેત્રમાં પ્રકૃતિનું દામણું સાચવીને આત્માને સ્વતંત્ર રાખી શકાય છે. એટલું જ નહિ પણ વારંવાર નિગ્રહ કરી એવી રીતે સ્વત્વ તળવવાથી પ્રકૃતિના દામણથી છૂટી પણ શકાય છે, અને ગીતાનો અભિપ્રાય છે. પૂર્વજન્મનાં કર્મના ફળ તરીકે વિશિષ્ટ સુખદુખાદિ ભેગ ભાગવવા – કિંવા વિશિષ્ટ પ્રકારની બુદ્ધ થવી એ છે કે અનિવાર્ય હશે; તે પણ બુદ્ધિ સર્વાશે પરતંત્ર નથી. પૂર્વકમને લીધે એકાદને ક્ષત્રિયત્વ પ્રાપ્ત થયું હશે તે ધર્મયુદ્ધના પ્રસંગે તેના બાહુ કુરણ પામશે. તેમાં તેનો કંઈ ઉપાય રહેશે નહિ; પણ શરણ આવેલાને ક્ષમા કરવી કે ન કરવી, યુદ્ધના ધર્મનિયમ પાળવા કે ન પાળવા, ગદાયુદ્ધ કરવું કે રથારૂઢ થઈ શરવૃષ્ટિ કરવી વગેરે વાતોમાં તે પ્રકૃતિનું – કર્મનું – પરિસ્થિતિનું નિયમન કરી શકશે. આ દૃષ્ટિએ જોતાં કાઈ યોદ્ધો ગમે તેવા પ્રસ ગે ગમે તેની સાથે ગદાયુદ્ધ શરૂ કરે, તે તેનું પાતક તેને લાગે છે; યોગ્ય પ્રસંગ જોઈ સારું નિશાન તાકી તે જે શરસંધાન કરે, તે તેનું શ્રેય પણ તેને આપવું જોઈએ. આવા મર્યાદિત અર્થમાં મામૈવ @ામનો વંધુરામૈવ રિપુરમન: એ તત્ત્વ ખરું છે, કર્મનું “ચક્ર” કહેવાને બદલે “કમ ની આગગાડી છે અને તેમાં આત્મા બેઠેલો છે એ મ સમજો. એ આગગાડી ચાલ્યા પછી તેને અટકાવવાની કે અમુક દિશાએ લઈ જવાની શક્તિ આપણા હાથમાં નથી. તે શક્તિ પ્રભુરૂપી ગાર્ડના હાથમાં છે. એ અર્થ લેતાં આપણે કેવળ પરાધી છીએ; પણ ડબામાં સાથે બેઠેલા માણસો સાથે વાત કરવી કે ન કરવી, કઈ માણસ ઊભે રહ્યો હોય તો થેડી અડચણ વેર્ડ લઈને જગ્યા આપવી કે ન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy