________________
આત્મસ્વાત ત્ર્ય
૧૨૭
આપણું શરીર આપણને સ્વાધીન નથી: નાક, આંખ વગેરે માતાપિતા આપણને આપે છે; હસવું, ખેલવું, ચાલવું વગેરે પણ તેવી જ રીતે મળે છે; સાત્ત્વિક કે રાજસી અથવા તામસી વૃત્તિ વડીલેથી પ્રાપ્ત થયેલી હાય છે; વિદ્યાની અભિરુચિ, દારૂ પીવાની ચ્છા વગેરે ઝીણીઝીણી બાબતે પણ કેટલાક શાસ્ત્રજ્ઞાના મત પ્રમાણે આનુવંશિક છે, ત્યારે આપણું એવું આપણામાં શું છે? ફીક, આપણી મુદ્ધિ જે કારણે પણ આ લેાકમાં આધાર રાખે છે, તેમાંનાં થોડાંક પણ આપણી સત્તામાં છે કે? નહિ. માતાપિતાનું વલણ. સંગતિ, શાળાનું શિક્ષણ વગેરે કાર્યોથી આપણી મુદ્ધિ ઓછીવત્તી માત્ત્વિક, રાજસી કે તામસી બને છે અને તેમાં વિશિષ્ટ રાગઢ ઉત્પન્ન થાય છે; પણ એમાંનું એક પણ કણ્ આપણા હાથમાં છે કે ? આપણે કેત્તા પેટે જન્મ લેવે! એ પણ આપણા હાથમાં ન હતું. માતાપિતાએ આપણને જે ખરાખોટા માર્ગે લગાડી દીધ! છે તે માટે આપણે જવાબદાર નથી. રાાળાના માસ્તર આપણે નીમેલા હાતા નથી. આપણા લંગમાં અમુક બાળકને દાખલ કરવાં તે અમુકને નહિ કરવું એ વિષે આપણે કાંઈ મત્તા નથી. કુંભાર જે માટીના પિડાને ચાક પર ટૂંકી વડે બનાવે છે. તે વડે! ‘ મને અમુક આકાર આપે' એમ કહી શકતાં નથી: તે પ્રમાણે જ પ્રભુ આપણને આનુશિક અને ઐહિક માંસ્કારના ચક્ર પર ફેરવીને જે સ્વરૂપ આપે છે, તેમાં ફેરફાર કવાની સત્તા આપણને નથી. આપણા કર્મવાદના આ સિદ્ધાંત આધુનિક વિકાસવાદીઓએ પણ માન્ય કરેલા છે. માટે
* વિકાસવાદ અને કવાદને ફરક માત્ર ધ્યાનમાં રાખવા જોઈએ. કમ વાદમાં એવે અભિપ્રાય છે કે, જીવ અનેક જન્મ લે છે અને જન્માંતરનાં પાપપુણ્યાત્મક કર્મ તેને આ લાકમાં વિશિષ્ટ ફળ આપે છે. આધુનિક વિકાસવાદ આત્માનું અમરત્વ માનતેા નથી. આ જન્મમાં જે શરીર અને મન પ્રાપ્ત થાય છે, તે વડીલેાના પ્રકૃતિ સ્વભાવાનુસાર હોય છે એટલું જ વિકાસવાદનું કથન છે. આપણા મરણ પછી આપણે જીવ કાયમ રહેશે, આ લેાકનાં કમજન્માન્તરે તેને ફલદાયક થશે, એમ આધુનિક વિકાસવાદ કહેતા નથી. એ ભેટ્ટ પ્રસ્તુત વાદ સંબંધે વિશેષ મહત્ત્વના નથી, તેથી અહીં તેનું સંક્ષિપ્ત રીતે સૂચન કર્યું
છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org