________________
આત્મસ્વાતંત્ર્ય
૧૨૫ અને અન્ય સાત્વિક આચાર ચાલતો આવેલો હોય છે, તે તે વંશનાં બાળકની બુદ્ધિ એ સંસ્કારથી અન્ય બાળક કરતાં અધિક સાત્વિક બને છે. બ્રાહ્મણનાં બાળક વિશેષ બુદ્ધિશાળી અને ભાવિક હોય છે અથવા હોય છે એમ જે પ્રથમ દર્શને લાગે છે – તેનું કારણ પૂર્વસંસ્કાર હોવાનું આપણે ઘણી વાર સાંભળીએ છીએ; પણ તેમાં આધુનિક વિકાસવાદી શાસ્ત્રો એકમત નથી*. તે પણ વડીલોના સ્વાભાવિક અથવા “પ્રકૃતિ જ ” ગુણધર્માનુસાર બાળકના ઘણાખરા ગુણધમ હોય છે, એ વિષે વાદ નથી. વાઘનું બચ્ચું #ર જ હોવાનું તેમ કેટલાક પાપશીલ માણસેનાં બાળકોની વૃત્તિ પાપી જ હોવાની કેટલાક શોધકોએ ગુનેગારના વિચાર, વૃત્તિ, વગેરેનું શાસ્ત્રીય દષ્ટિએ અવલોકન કર્યા પછી એ નિર્ણય કર્યો છે કે, કેટલાક ખરાબ સોબતને લીધે ગુના કરે છે અને કેટલાક જાતે જ પાપપ્રવીણ હોય છે. કેટલાક માણસનું મન જ એવું વાંકું હોય છે કે, કૂતરાની પૂંછડી છે મહિના દાટી મૂકે તે પણ સીધી થાય નહિ, તેમ તેમના મનમાં સરળ વિચાર જ ઉત્પન્ન થતા નથી. આવા માણસ અપવાદરૂપ હોય છે, પણ હેય છે એ વાત નિશ્ચિત છે.
કેટલાંક કારણને અંગે કેટલાંકનાં મન એવાં વિકૃત બને છે કે, તેમને પોતાના પિતા કે માતાનું ખૂન કરવાની ઈચ્છા થાય છે, અથવા તે તે આત્મહત્યા કરવા ધારે છે. કેમે કતાં એ વિચાર તેમના મનમાંથી ખસતો નથી. તેઓ સમજે છે કે, આ ગાંડપણ છે; પણ કર્મ અથવા ભગવદ્ગીતામાં કહ્યા પ્રમાણે “પ્રકૃતિ” કિવા આધુનિક શાસ્ત્રીય ભાષામાં “આનુવંશિક સંસ્કાર” (Heredity) જાણે કે તેમને પાપાત્મક કાર્ય કરવાને પ્રેરતાં હોય તેમ લાગે છે. આવી રીતે વિકૃત થયેલાઓમાંના કેટલાક, ભવિષ્યમાં કદાચ પોતાની કુબુદ્ધિ અટકાવી શકાશે નહિ એમ
* ક્યા ગુણ આપણામાં ઊતરી શકે છે અને ક્યા નથી ઊતરી શકતા તેને ઊહાપોહ પુસ્તકના છેવટના પરિશિષ્ટમાં કર્યો છે. “પૂર્વજન્મના સંસ્કારથી બ્રાહ્મણ અધિક બુદ્ધિશાળી બન્યા છે એ વિચારને આધુનિક શાસ્ત્રજ્ઞાના આનુવંશિક સંસ્કાર વિષયક પ્રયોગથી કેટલી પુષ્ટિ મળે છે, તેનો વિચાર મનરંજક અને બોધપ્રદ બનશે એમ લાગે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org