________________
૧૨૨
નીતિશાસ્ત્રપ્રવેશ સંગતિ વગેરે જે અનેક બાબત પર અવલંબી રહે છે, તેમાં આમા” એ બાબતને વધારો કરવાથી માનસિક સામ્રાજ્યમાં એ એક અધિક કારણને લીધે કેવળ અરાજકતા પ્રવર્તી રહે એમ બની શકતું નથી. વાયુની દિશા જે દસ પંદર કારણ પરથી ઠરે છે તેમાંનું એકાદ અનિશ્વિત હોય તે પણ બાકીનાં કારણે પરથી નીકળતાં અનુમાન કેવળ નિરુપયોગી હતાં નથી. ક્રિકેટના ઉભય પક્ષના બાવીસ ખેલાડુમાંના એક સિવાય બાકીના વિષે જે કેને સારી માહિતી હશે, તો કયા પક્ષને વિજય થશે તે વિષે ઉપયુક્ત અનુમાન કરી શકાશે અથવા કરવાને કંઈ પ્રત્યવાય આવશે નહ.
(આ) બીજો હેવાભાસ એ છે કે, આમાં કે મન એ એક જડ વસ્તુ નથી. મનોવ્યાપાર પણ હમેશ જડ શક્તિને વશ હોય છે એવું કંઈ નથી એમ કહેવામાં સૃષ્ટિનિયમને ભંગ કે પાયમાલી કયાં થાય છે? વિશ્વ-વિરાટ સ્વરૂપમાં એક જડસૃષ્ટિ અને બીજી અધ્યાત્મસૃષ્ટિ એમ કહેવામાં “જડસૃષ્ટિના નિયમ મિથ્યા કે વ્યર્થ છે' એમ કહેવાનું પાપ લાગે છે કે? જડસૃષ્ટિના નિયમ ખરા જ છે; પણ અધ્યાત્મસૃષ્ટિના પણ તેટલે જ દરજજે ખરા છે. એ ઊય પ્રકારના નિયમ જેમના જાણવામાં હશે, તેમને જ વિશ્વનું સત્ય સ્વરૂપ સમજાશે. જડસૃષ્ટિમાં પણ એક શક્તિના વ્યાપારને બીજી શક્તિના વ્યાપારને વિરોધ થાય છે. દાખલા તરીકે, ગુરુત્વાકર્ષણનો નિયમાનુસાર ઝાડ પરથી ફળ જમીન પર પડવું જ જોઈએ; પણ વચ્ચે જ જે હું હાથ લાંબો કરી ઝીલી લઈશ, તે તે પડશે નહિ. એ જ પ્રમાણે આધિભૌતિક માસશાસ્ત્રના અને આધ્યાત્મિક શાસ્ત્રના – બન્ને પ્રકારના નિયમ ખરા હઈ શકે. કોઈ વખત આધિભૌતિક શક્તિને એકાદ આધ્યાત્મિક શક્તિના યોગથી વિરોધ થાય, પણ એ એમ નથી શીખવતું કે એથી “વિશ્વમાં અરાજકતા છે. આપણે સાંખ્યની પરિભાષા દ્વારા એ જ અર્થ આવી રીતે કહી શકાશે. આધિભૌતિક સૃષ્ટિ કિવા પ્રકૃતિ એ પુરુષથી એટલે આત્માથી એટલી કંઈ શરમાતી કિંવા ડરતી નથી કે તેનું નામ ઉચ્ચારણ થતાં જ તે પિતાનું સત્ત્વ ત્યજી દેવાને સર્વથા તત્પર થાય ! પુરુષ એક હે કે અનેક હે, પ્રકૃતિના નિયમ ખરા અને અબાધિત જ છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org