SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મવાતંત્ર્ય ૧૨૧ ઉત્પન્ન થતા ગોટાળે એક લેટીક્રમથી વાચકની દૃષ્ટિ આગળ મૂકી દેવો જોઈએ. અંગ્રેજ તત્ત્વવેત્તા સ્પેન્સર પોતાના માનસશાસ્ત્ર વિષયક ગ્રંથમાં એક સ્થળે કહે છે : "Psychical changes either conform to law or they do not. If they do not, this work, in common with all works on the subject, is sheer nonsense; no science of psychology is possible, ભાવાર્થ એ છે કે, માનસિક વ્યાપાર જે નિયમની આંટમાં આવી શકતું ન હોય, તથા, મને એ “સ્વતંત્ર” – એટલે કે ઈદયની પરિસ્થિતિ વગેરેની મર્યાદા ટાળી દેવાને સમર્થ – હોય, તે માનસશાસ્ત્ર જ અશક્ય છે. શાસ્ત્રનું નામ આવ્યું કે નિયમબદ્ધતા સમજી જ લેવી. મન જે નિયમથી બદ્ધ ન હોય, તે. માનસશાસ્ત્ર અશક્ય છે. મન વાયુ જેવું ચંચલ, દુનિંગ્રહ હશે, પણ વાયુની ગતિના – તોફાનના સુધ્ધાં –– જેમ માણસે નિયમ ખેળી કાઢ્યા છે, તેમ મનના પણ શોધી શકાશે એવી ભાવના માનસશાસ્ત્રના સેવકને માટે અત્યાવશ્યક છે. આત્મા સ્વબળ પર ગમે તે વખતે ઈચ્છાનુસાર ગમે તે કરી શકે, તથા, જે તે સૃષ્ટિનિયમને નિયંત્રણને ફગાવી દેવાને શક્તિમાન હોય, તે મનના વ્યાપારમાં એટલી અનિશ્ચિતતા અને અંધેર દષ્ટિએ પડશે કે, માનસશાસ્ત્ર શાસ્ત્રની પદવીને પણ રેગ્ય નહિ રહે. માટે માનસશાસ્ત્રની જરૂર હેય તે કબૂલ કરે કે મન સ્વછંદી – સ્વેચ્છાચારી નથી. મનને સ્વાતંત્ર્ય આપવું હોય તે માનસશાસ્ત્ર વિષયક પુસ્તકોને ભસ્મીભૂત કરી નાખો; કારણકે એવા અંધેરરાજમાં માનસશાસ્ત્રનું અસ્તિત્વ જ સંભવિત નથી ! આ વિચારસરણીમાં બે હેવાભાસ છે (અ.) આત્માનું અસ્તિત્વ સ્વતંત્ર સ્વીકારવાથી માનસિક સામ્રાજ્યમાં અંધેર છે એવું કંઈ બનતું નથી. આપણે કર્મ (કિવા આપણી બુદ્ધિ) ઇયિનું આકર્ષણ, વિષયની મોહકતા, શિક્ષણ, ટેવ, પરિસ્થિતિ, * Principles of Psychology. P. 501. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy