________________
૧૧૯
આત્મસ્વાતંત્ર્ય રાખે છે. તેની ખાતરી હોય છે કે આ શીખનાર ગમે તેટલી ગરબડ કરશે પણ મારા આગળ તેનું કંઈ ચાલશે નહિ. અર્થાત નવશીખાઉ દાવ એક રીતે જે કે નિપુણના હાથમાં હોય છે, તે પણ તેણે છૂટી આપ્યાથી તે પોતાની ઈચ્છાનુસાર રાજા કિંવા મહોરાં ચલાવી શકે છે, દાવ નિપુણની સત્તામાં રહે છે, પણ તેથી કંઈ એમ નથી થતું કે નવશીખાઉને દાવ નાખવાની સ્વતંત્રતા હોતી નથી. ભુવન-પટ પર ઈશ્વર અને માણસ શેતરંજ જ રમી રહ્યા છે એવી કલ્પના કરીએ, તો માણસ ઈશ્વર ઉપર સત્તા નહિ ચલાવી શકે એ ખરું હશે, ઈશ્વરની ઈચ્છા થાય તે સંકટ ઉપસ્થિત કરીને કિંવા અન્ય પ્રકારે ઘેરી લઈને તે પિતાની ઇચ્છા મુજબને દાવ નખાવી શકે એ પણ ખરું હશે, તે પણ ઈશ્વર હમેશાં માણસને યાંત્રિક પૂતળાવત નચાવે છે એવું કંઈ નથી. માણસ પોતાની અક્કલ કેવી રીતે ચલાવે છે એ જવાની તેની ઈચ્છા નહિ હોય એમ શા ઉપરથી કહી શકાય?
૫. હવે આધુનિક શાસ્ત્રોના કેટલાક આક્ષેપ જોઈશું. વર્તમાન સમયમાં આધુનિક શાસ્ત્રોની એટલી પ્રગતિ થઈ છે કે, પૂર્વના દવરણાદિ દેવને સ્થાને “સૃષ્ટિનિયમ' હવે દેવત્વ પ્રાપ્ત કરે છે. * જે કંઈ કરે છે, તે ઈશ્વર કરે છે એ ભાષાને બદલે ‘જે બને છે તે સૃષ્ટિ નિયમાનુસાર બને છે” એવી ભાષા વિશેષતઃ સંભળાય છે. જે ન્ય, વિદ્યુત, હીરા, માણેક એ સર્વ વિશિષ્ટ પરમાણુના વિશિષ્ટ કાર્યથી થાય છે એમ કહેવું એ તે ઠીક છે, પણ આપણે જેને “મન” કે “આત્મા કહીએ છીએ, તે પણ નિયમબદ્ધ હાઈ ‘આમા” એ મજજામાંસાદિનો એક પ્રકારનો ધમ છે એવું પ્રતિપાદન કરવામાં આવે છે. ઉષ્ણતા ઉત્પન્ન કરવી એ જેમ અશ્ચિને ધર્મ છે, અન્નપાચન જેમ પિટનો ધર્મ છે, મત્સર્ગ જેમ આંતરડાને ધર્મ છે, પિત્તોત્સર્ગ જેમ પ્લીહાને ધર્મ છે, તેમજ વિચાર કરવો એ મગજને ધર્મ છે. (The brain secretes thought as the liver secretes the bile.) એ જ અર્થ કિચિત કાવ્યમય ભાષામાં કહી શકાય તેમ છે. વિચાર એ મગજને એક પ્રકારને સુવાસ છે. પુષ્પને સુવાસ હાથથી પકડી શકાય નહિ પણ તે જેમ સૃષ્ટિનિયમથી બદ્ધ છે, તેમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org