________________
છે એમ જ એ માની લેશે અને ચિંતા અને દુઃખથી બળી જશે. ઘરના મહેમાનોને ખાતર હું અગવડ શા માટે વેઠું એવો સવાલ ઘરનો છોકરો જે પિતાને પૂછે, તો પિતા પોતાના દીકરાને સમાજરચનાશાસ્ત્રનો પાઠ આપવાની એક સુંદર તક મળી છે એમ સમજી દીકરાને આતિથ્ય સંસ્થાનું રહસ્ય સમજાવવાને બદલે, “તારી ખાનદાની ક્યાં ગઈ? કે આવો સવાલ પૂછે છે, એમ કહી દીકરાની ઝાટકણી જ કાઢશે. મોટા મોટા પંડિત પણ માને છે કે સદાચારની શક્તિ, – જેને આપણે સત્ત્વ કે સત કહીએ છીએ તે – તાર્કિક મીમાંસાથી વધતી નથી. એ તો ભાવનાની ઉત્કટતાને જોરે જ ટકી શકે. માટે સદાચારની મીમાંસા જેટલી ઓછી કરીએ તેટલી સારી. જેમ ઇડું ભાંગવાથી અંદરના જીવનો નાશ થાય છે, તેમ જ લજજા, શરમ, વીડા કે સંકોચ રૂપી કવચ દૂર કરવાથી – અને એ કવચ દૂર કર્યા વગર નીતિશાસ્ત્રની મીમાંસા સંભવતી જ નથી, – સદાચારનો પ્રાણ નીકળી જાય છે. પછી એ મીમાંસાને પરિણામે આધિભૌતિક સુખવાદ પ્રસ્થાપિત કરો અથવા આધ્યાત્મિક આત્મૌપમ્ય અને આત્મક્ય પ્રસ્થાપિત કરો. નાગી મીમાંસા આવી કે ભાવના શિથિલ થઈ જ સમજવી.
આ દલીલમાં વજૂદ નથી એમ નથી. છતાં અમુક ઉંમરે માણસજાત પોતાના જીવનક્રમ ઉપર તર્ક, બુદ્ધિ અને મીમાંસાને પ્રકાશ પાડ્યા વગર રહેવાની જ નથી. અને એક વાર એ પ્રકાશ પડે એટલે કોઈ પણ વસ્તુ કેવળ ભાવનાને જેરે ટકાવી શકાય નહિ એટલું જ નહિ પણ જીવનમાં ભાવનાનું સ્થાન શું છે, એની ઉપયોગિતા કેટલી છે અને જીવનસિદ્ધિ માટે ભાવનાવિક છે કે બાધક છે એની પણ મીમાંસા કર્યા વગર છૂટકે નથી રહેતો. અને તેથી જ ખીંટી હલાવી હલાવીને જેમ મજબૂત કરાય છે, તેમ અનેક જાતની શંકાકુશંકાઓ ઉઠાવીને જીવન પરત્વેની એકે એક વસ્તુને પાયો મજબૂત કરવો એમાં જ ડહાપણ છે. સંસ્કૃતમાં એને પૂણાનિખનનન્યાય કહે છે. આ ન્યાયથી પ્રેરાઈને જ નીતિશાસ્ત્ર લખાય છે. શાસ્ત્રીય મીમાંસા આહવાન આધાર લેવા તૈયાર નથી હોતી. વવનાત્રવૃત્તિઃ વનનિવૃત્તિઃ એ નિયમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org