________________
૧ ૦
અધ્યાપક લેખક વિષય પ્રત્યે તે ઉત્સાહ રાખે છે પણ એનામાં પોતાના વાચકે પ્રત્યે વાત્સલ્યયુક્ત સમભાવ અને અખૂટ ધીરજ બને હોય છે. પાશ્ચાત્ય શાસ્ત્રો અને પાશ્ચાત્ય પદ્ધતિનો આપણા લોકોને જ્યારે પરિચય કરાવવાનો હોય છે, ત્યારે અધ્યાપક લેખકની આ શક્તિ વિશેષ કામમાં આવે છે. સંસ્કૃત સાહિત્યનું અને આપણું શાસ્ત્રોનું રહસ્ય યુરોપિયન લોકોને સમજાવતી વખતે પણ ત્યાંના લેખકોને ત્યાંના વાચકોની શક્તિ અને મર્યાદા એ જ રીતે ધ્યાનમાં રાખવાં પડે છે. જેમનામાં એ શક્તિ હોય છે, એવા અંગ્રેજ લેખક જ ત્યાંના સમાજ ઉપર પોતાની અસર પાડી શક્યા છે. એ શક્તિ જેની હોય તે જ સંસ્કૃતિના એલચી થઈ શકે છે.
નીતિ એટલે સદાચાર. નીતિનું શિક્ષણ જુદું અને એની મીમાંસા જુદી એ પ્રથમથી ધ્યાનમાં લેવું જોઈએ. નીતિનું શિક્ષણ માટે ભાગે રહેણીકરણીના આગ્રહ દ્વારા પુરુષના સહવાસ દ્વારા, શિષ્ટાચારના પાલન દ્વારા, ઘર્મશાસ્ત્રની આજ્ઞા દ્વારા અને સંતવાણીના સેવન દ્વારા અપાય છે. મોટેરાઓ આમ કરે છે માટે કરે, સમાજને પસંદ છે માટે કરે, ધર્મશાસ્ત્રોમાં લખ્યું છે માટે કરે, ભગવાનને પ્રિય છે માટે કરો, મરી ગયા પછી ઉત્તમ ગતિ મળશે માટે કરો, દીન અને દુખિયાં લોકોને આશીર્વાદ મળશે માટે કરો, કુળની પ્રતિષ્ઠા છે પિતરોની આણ છે માટે કરે, એ રીતે નીતિશાસ્ત્ર કે સદાચારને ઉપદેશ થાય છે. આમ જેવાં કારણો “કરવા' માટે અપાય છે એવાં જ “ન કરવા માટે પણ અપાય છે. વિધિ અને નિષેધના રૂપમાં જ સદાચારને પ્રચાર થાય છે. નીતિશાસ્ત્રની મીમાંસા જુદી જ રીતે પ્રવૃત્ત થાય છે. નીતિના શિક્ષકે બિલકુલ નથી પસંદ કરતા કે સદાચારના નિયમો સામે કે રિવાજો સામે “કેમ” એવો કોઈ પ્રશ્ન પૂછે. કોઈ છોકરી માતાને પૂછે કે મારે સ્વછંદથી કેમ ન વર્તવું ? તે એ કેવળ સ્વાભાવિક અને યોગ્ય ધર્મજિજ્ઞાસા છે એમ માતા તો નહિ જ માને. આવો સવાલ પુછાય જ કેમ, આવો સવાલ પૂછવાની ધૃષ્ટતા જે છોકરી કરી શકે છે તે બગડવાની તૈયારીમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org