________________
૧૧૨
નીતિશાસ્ત્રપ્રવેશ બદલે “પ્રકૃતિ' શબ્દ વાપરે છે, કેટલાક “ઈશ્વર” શબ્દ યોજે છે. ઈશ્વર જે સર્વજ્ઞ અને સર્વશક્તિમાન હોય, તેની આજ્ઞા સિવાય એક પાન પણ હાલતું ન હોય, તે માણસ તેની આજ્ઞા બહાર જાય એ સંભવિત નથી; કરતેકારવતે ઇશ્વર છે એમ તેઓ કહે છે. એમના જ નાનાભાઈએ દેવને બદલે “દેવ” કહે છે. આધુનિક પદ્ધતિથી શિક્ષિત થયેલાએ દૈવ કે પ્રકૃતિ ન કહેતાં સૃષ્ટિ-કુદરત (nature), સૃષ્ટિનિયમ (natural Laws) વગેરે શબ્દ જે છે અને કહે છે કે, તમારું મન કિંવા આત્મા એવું જે કંઈ હોય તે પણ સૃષ્ટિના અન્ય અનેક પદાર્થની માફક જ સૃષ્ટિનિયમથી બદ્ધ છે. વળી કેટલાકનું કહેવું એવું છે કે, સજજનને પાપકર્મ અશક્ય હોય છે તેથી તેના સૌજન્યનું શ્રેય તેને આપવું એ, આંબાની કલમ પર કેરી આવે છે અંજીર આવતાં નથી, તેથી તે બુદ્ધિરહિત કલમને શ્રેય આપવા જેવું છે. કેટલાક દેવવાદ અને પ્રયત્નવાદનો સંબંધ પ્રવૃત્તિ સ્વાતંત્ર્યવાદ સાથે જોડી દે છે. આવી રીતની એક પ્રશ્નની અનેક શાખા છે. તેમને પરસ્પર સ્વાભાવિક સંબંધ છે. પરંતુ તેમાં સૂક્ષ્મ ભેદ ધ્યાનમાં ન લેતાં સર્વ પ્રશ્નનો એકદમ વિચાર કરવા પ્રવૃત્ત થતાં ગોટાળો થાય છે અને વાદને નિર્ણય અશક્યવત બને છે. માટે “આત્મસ્વાતંત્ર્ય' વિષે આપણું મનનો ભાવાર્થ શું છે અને પ્રતિપક્ષી શું કહે છે તે સ્પષ્ટ કર્યા પછી ઊહાપોહ કરે એ જ માર્ગ શાસ્ત્રગ્રંથને ઉચિત છે.
૧. “પરિસ્થિતિને લીધે અમુક કરવું પડયું' એમ આપણે ઘણી વખત કહીએ છીએ અને કર્તાને દેષ ઘટાડવા ઇચ્છીએ છીએ; પરંતુ એ વિચારસરણીમાં થોડોક દેષ છે. જેમ એક હાથે તાળી પડતી નથી, તેમ પરિસ્થિતિ પણ પોતાના શીલના સહકારિત્વ સિવાય એટલે આપણે સહકાર વિના કંઈ કરી શકતી નથી. હોટેલનાં ભજિયાંની વાસ સભ્ય માણસને ગમે તે વખતે હોટેલમાં ખેંચી શકતી નથી; પણ એકાદ ઉ૯લુ છોકરાને તે વાસ મોહિત બનાવે છે. તેનું મૂળ બીજ એ છે કે, “ભજિયાંની વાસ” કંઈ કાઈને ખેંચતી નથી કે ધકેલતી નથી; પણ તેના આમંત્રણને સ્વીકાર કરે કે અસ્વીકાર કરવો તે રસ્તે જનાર આવનારની મરજી પર હોય છે. જેણે પોતાની હાજતને સંયમમાં રાખેલી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org