SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ અબુદ્ધિપુરઃસર અને બુદ્ધિપુર:સર કમ ૧૦૭ motor nerves કહે છે. પહેલા પ્રકારના તંતુનું એટલે જ્ઞાનતંતુનું ( કિંવા અંતર્વાહક તંતુનું) એ કામ હોય છે કે, કોઈ પણ વાત નજરે પડે, સંભળાય કે સ્પર્શે તે તેને તાર મગજને પહોંચાડવો. એ ખબર મળ્યા પછી મગજ યોગ્ય વિચાર કરે છે અને પ્રેરક ( કિંવા બહિર્વાહક) તંતુને ઉચિત આજ્ઞા આપે છે. દાખલા તરીકે ધારે કે મને માંકડ કરડ્યો છે. પીઠ પરના તંતુને માંકડના બચકાની ખબર પડતાં જ તે સજાતીય પડોશીની સહાયથી મગજને સમાચાર પહોંચાડે છે. મગજ તરત જ માંકડને ફાંસીની સજા ફરમાવી, યોગ્ય પ્રેરક તંતુ દ્વારા કમર, પીઠ, હાથ અને ચક્ષુના સ્નાયુને સંચાર આપી મને ઊઠી બેઠા થવાની ફરજ પાડે છે; અને ચક્ષુ પાસે શોધ કરાવી તેને હાથ પાસે ફાંસી દેવડાવે છે. જે વખતે સહજણૂર્તિથી કામ બને છે, તે વખતે જ્ઞાનતંતુને તાર મગજ તરફ જ નથી; પણ પૃષ્ઠવંશ તરફ એટલે પીઠના મેરુ તરફ જાય છે. આ મેરુદંડમાં જે સૂક્ષ્મ નાડીઓના જાળાથી ભરાયેલે રજજુ જેવો ભાગ હોય છે, તેને અંગ્રેજીમાં spinal cord કહે છે. આપણે તેને પૂછવંશર જજુ કિંવા “પૃદરજજુ” કહીશું. એ પૃષ્ઠર જજુને તાર પહોંચતાં જ પ્રેરકતંતુને ઉચિત આજ્ઞા મળે છે અને તે જ ક્ષણે તેનો અમલ થાય છે. મચ્છર કરડયા પછી તે સ્થળે આપણે હાથ એકદમ જ્યારે જાય છે, ત્યારે પૃદરજજુ તરફથી પ્રેરણા થયેલી હોય છે; પણ જ્યારે આપણે તેને હાથમાં પકડવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે એ હુકમ મગજ તરફથી આવેલ હોય છે. ટેવથી સ્વાભાવિક બનેલાં અને સ્પષ્ટ વિચાર વિના થતાં કાર્ય પૃષ્ટવંશ તરફથી મળેલી પ્રેરણાથી બને છે. આરંભમાં મગજને એ કાર્ય તરફ લક્ષ આપવું પડે છે, પણ કાળાંતરે તે આ કાર્ય મદદનીશ અધિકારી પાસેથી કરાવી લે છે. પશુની ક્રિયા બધા પૃષ્ઠવંશના પ્રેરકતંતુના આધારે થયેલી હોય છે, તેથી જ અનુમાનથી કહી ગયા છીએ કે, તે સહજસ્કૃતિથી બનેલી હોય છે; જ્ઞાનપૂર્વક થયેલી નથી હોતી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy