________________
૧૦૨
નીતિશાસ્ત્રપ્રવેશ મોટરો વગેરેને ટાળી દઈ તેની વચ્ચેથી વાતો કરતાં કરતાં પસાર થાય છે. કેટલીક વખત આપણે કેટનાં બટન વિચાર કર્યા વગર ઘાલીએ છીએ; હાથમાંની લાકડીને ઘણી વખત ટેવના કારણે વિચાર કર્યા વિના ચકર ચકર ફેરવીએ છીએ; ભોજન સમયે કેટલીક વખત આપણને બિલકુલ ભાન હેતું નથી; સ્ત્રીઓ કપડાં શીવતાં શીવતાં કિંવા ચોખા વીણતાં વણતાં કેટલીયે વાતો કરે છે ! એ અને એવી જ બીજી વાતો પ્રથમ લક્ષપૂર્વક કરવી પડે છે; પણ પછીથી તે સ્વાભાવિક બની ગયેલી હોય છે. પચીસ ત્રીસ વર્ષ લશ્કરમાં નોકરી કરનાર સૈનિકને કવાયતની એટલી ટેવ પડી ગઈ હોય છે કે, નોકરીથી નિવૃત્ત થયા પછી પણ, પેન્શન લીધા બાદ પણ તે ટેવથી તે મુક્ત રહેતો નથી. એવી વાત કહેવામાં આવે છે કે, એક વૃદ્ધ સિપાઈને કંઈ સામાન લઈને બજારમાં જતો જોઈ એક વિનેદપ્રિય ગૃહસ્થ તેની મશ્કરી કરવા લશ્કરી અવાજની નકલ કરી કહ્યું કે, “અટેન્શાન” (Attention). આ શબ્દ કાને પડતાં જ પેલા સિપાઈને હાથમાં સામાન પડી ગયા અને તે આજ્ઞાનુસાર હાથ કમર પર મૂકી ઊભો રહ્યો. ક્ષણમાં જ તેને પિતાની ભૂલ સમજાઈ પણ લેકોને ક્ષણ વાર હસવાનું સાધન મળ્યું. કોઈ પણ નાની મોટી કળા પ્રત્યે જુઓ. પ્રથમ એકાદ કામ કરવામાં પુષ્કળ શ્રમ અને લક્ષ આપવા પડે છે, પણ પછીથી યોગ્ય ટેવ પડતાં તેના તરફ ધ્યાન આપવામાં નથી આવતું તો પણ તે કાર્ય બિનચૂક થયે જાય છે. છાપખાનાનાં બીબાં ગોઠવવાં, જોડા સીવવા, વગેરે કામ ટેવના પ્રતાપે એવાં બની જાય છે કે, તેમાં વિચારની વિશેષ જરૂર પડતી નથી અને કેટલીક વાર વિચાર નહિ હોવા છતાં આપણા હાથે તે કામ થઈ જાય છે.
(-૧) કઈ વાત વિચારપૂર્વક બનેલી છે અને કઈ વિચારપૂર્વક થયેલી નથી તે આપણું મન પરથી નક્કી થઈ શકે છે; પરંતુ શરીરશાસ્ત્રની દષ્ટિએ સુધ્ધાં થોડા ઘણા અંશે તે નિયત કરી શકાય તેમ છે. માનવ દેહમાં જ્ઞાનતંતુ અને પ્રેરકતંતુ અથવા કર્મસંતુ, એમ બે પ્રકારના તંતુ હોય છે. એને અંગ્રેજીમાં અનુક્રમે Afferent or sensory nerves અને Efferent or
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org