________________
નીતિશાસ્ત્ર પ્રવેશ સ્થિતિમાં આવ્યું હતું. જે બચાવવા જતાં એક નાનું બાળક નષ્ટ થાય તેમ હતું અને બાળકને બચાવવા જતાં ચિત્ર નષ્ટ થાય તેમ હતું, આવી સ્થિતિમાં રાષ્ટ્રાભિમાનપરિપષક અને સલાનંદવર્ધક ચિત્ર નષ્ટ થવા દેવું કે એક નિર્દોષ બાળકને મરવા દેવું?
આવા વિરોધ ઉત્પન્ન થાય ત્યારે માણસે કયા માર્ગે કાર્ય કરવું તેને વિચાર કરવાનું કામ નીતિશાસ્ત્રનું છે. માનવ સમાજની સંસ્કતિ પૂણવસ્થાએ પહોંચ્યા પછી એવા તારતમ્યાત્મક વિવેચનની જરૂર રહેતી નથી. કારણ કે, તે અવસ્થામાં નીતિમત્તાને જે ડહાપણભર્યું લાગે તે જ ઇકિય અને રસિકતાને પ્રિય બને છે. તે વખતે અપવિત્ર આચરણ ઇન્દ્રિયને આનંદદાયક થશે નહિ; અર્થશાસ્ત્ર કિવા આધિભૌતિક શાસ્ત્રના સિદ્ધાંત નીતિ અને ધર્મને પરિપાક જ બનશે; તે વખતે ધમ કિવા નીતિની આજ્ઞા શિરસાવંધ કરવામાં જ રસિકતાને મોજ પડશે. સર્વ સમાજ સુસંસ્કૃતતાના એટલા ઉચ્ચ શિખરે કોઈ કાળે પહોંચશે કે નહિ એ પ્રશ્નને નિર્ણય કાળનો પ્રવાહ જ કરશે; પણ એવી પૂવસ્થા અથવા સામાવસ્થાએ પહોંચેલા તપોધન, નિર્વિકાર, સ્થિતપ્રજ્ઞ ઋષિઓનાં આપણાં ઉપનિષદ્ અને અન્ય વામમાં વર્ણન થયેલાં છે; અને વર્ણના બળે તેમાં પ્રત્યક્ષ થતા આત્મપ્રત્યય પરથી તથા સમાધાન પરથી જે કંઈ અનુમાન કરવાનું શક્ય હોય, તે એમ કહેવાનો હરકત નથી કે, આપણા સમાજમાં પૂર્વે એક સમયે આપણા કેટલાક શ્રેટ પુરુષોએ એવી પૂર્ણાવસ્થાને પરિચય મેળવ્યું હત; નિદાન તેનું દર્શન કર્યું હતું !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org