________________
સાધુત્વ, સૌંદર્ય અને સત્ય જોઈએ, એમ આપણે કહીએ છીએ; નીતિનું સંવર્ધન કરવું જોઈએ એમ પણ કહીએ છીએ. પરંતુ ઉભયમાં વિરોધ ઉપસ્થિત થાય, તે સૌંદર્યનું સંવર્ધન અધિક શ્રેયસ્કર ગણવું કે નીતિનું?
બનડ શો (Bernard Shay) નામના એક પ્રસિદ્ધ અંગ્રેજ નાટકકારે ‘દાકારની સમસ્યા (The Doctor's Dilemma ) નામના પિતાના નાટકના સંવિધાનક દ્વારા નીચેનું નૈનિક કકડું વિચાર માટે સૂચવ્યું છે. બે રોગીઓને એક દાકતરના તાબાને શુઠ્ઠવાગ્રહમાં રહેવા જવાનું હતું. તેમને જે રેગ હતા તે વિષે દાકતરને સારું જ્ઞાન હતું. અન્યના હસતે તે રોગને અંત શક્ય ન હતું. પણ તે શુષાગૃહમાં એક જગ્યા ખાલી ન હતી. બહુ બહુ તે સાંકડમાંકડ એકની વ્યવસ્થા થઈ શકે તેમ હતું. તે બે ગૃહસ્થમાંને એક ઉત્તમ ચિત્રકાર હતો પણ તેની નીતિ સામાન્ય શિષ્ટતાની દષ્ટિએ વિચિત્ર, એટલું જ નહિ પણ નિંદ્ય હતી. બીજામાં કોઈ પણ ગુણ ઉત્કટ સ્થિતિમાં ન હતું પણ તેનું નીતિનું પગલું શિષ્ટાચારની હદ બહાર કદી પણ ગયું ન હતું. આવી સ્થિતિમાં કયા ગૃહરથને દાખલ કરવો તે વિષે દાક્તર આગળ પ્રશ્ન ઉપસ્થિત થઈ પડયો. તેમાં વળી ગોટાળા એ હતો કે, બીજા ગૃહસ્થની સ્ત્રી પર દાક્તરને પ્રેમ હતું અને તે ગૃહસ્થ મરણ પામે તે દાકતર તેને ગૃહિણીપદ આપી શકે તેમ હતું. એ નાટકમાં આવા પ્રકારનું ગૂંચવણીયું સંવિધાનક છે પણ એ પ્રેમવિષયક ગૂંચવણની આપણને અહીં જરૂર નથી. અહીં મુખ્ય પ્રશ્ન એ છે કે, દાકતરે નીતિવિષયક નિંદ્ય સ્થિતિમાં રહેતા નામાંકિત ચિત્રકારને બચાવ કે સમાજને વિશેષ ઉપયોગી નહિ એવા સાદા સરળ માણસને બચાવ? આવા પ્રકારનું બીજું એક દૃષ્ટાંત કેટલાંક વર્ષ પર એક અંગ્રેજી વર્તમાનપત્રમાં આવ્યું હતું અને તે સંબંધી પુષ્કળ વાદવિવાદ ચાલ્યો હતો. તે વાતમાં મુખ્ય મુદ્દો એ હતો કે, એક સુંદર ચિત્ર – એટલું સુંદર હતું કે તે જોઈને લોકોની ચિત્તવૃત્તિને અત્યંત સમાધાન મળે તેમ હતું; અને રાષ્ટ્ર લાખો રૂપિયા આપી તેને અભિમાન તથા કૌતુકપૂર્વક ચિત્રસંગ્રહાલયમાં રાખવાની જરૂર છે – આવું એક ચિત્ર કંઈ અકસ્માત કારણથી નાશ પામવાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org