________________
નીતિશાસ્ત્ર પ્રવેશ કંઈ લાભ નથી. તારી સેવાથી આ રેગીને ઊઠવાની આશા નથી. ઊલટ તું જ એને ભોગ થઈ પડીશ; માટે પાસે બેસવાનું ડહાપણ કરીશ નહિ. તું તારાં બાળબચ્ચાંનું હિત જોઈ, મૃત્યુના જડબામાં સપડાયેલાં, ઉપાય નહિ પહોંચે તેવી સ્થિતિમાં ગયેલાં માતાપિતાને ઈશ્વરની ઈચ્છાને સ્વાધીન કરી ખુશીની સાથે પરગામ ચાલ્યો જા !” પણ નૈતિક સદભિરુચિને આ ઉપદેશ તિરસ્કારભર્યો લાગે છે. “તારી બાલ્યાવસ્થામાં તને આ રોગ થયો હોત તે તારાં માતાપિતાએ તને તજી દીધો હોત કે ? તો તું તેમને કેમ છોડે છે? જે સંતાન એ પ્રમાણે માતાપિતાને તજી જાય તો એમ જ કહેવું જોઈએ કે, જગતમાં સ્વાર્થ રહિત પ્રેમ જેવા કે વસ્તુ જ નથી.’
બીજું દષ્ટાંત જુએ. તાર્કિક અર્થશાસ્ત્ર કહે છે, “રંક, દુર્બળ માણસોને મદદ કરવામાં આવે, દાનધમ કરવામાં આવે, તે સમજે કે તમે અયોગ્ય માણસને અધિક કાળ સુધી જીવતો રાખી અને અયોગ્ય માણસને પ્રજોત્પત્તિ કરવાના કામમાં ઉત્તેજન આપી, રાષ્ટ્રનું અહિત કરે છે. સારિક પ્રેમ કહે છે, “મૂંગા. આંધળા, પાંગળાને મદદ કરવી ન હોય તો દ્રવ્ય ઉપાર્જન કરવાની શી જરૂર છે?”
આ અને એવાં જ દૃષ્ટાંતોના વિરોધનો પરિવાર . અશક્ય નથી, પણ વિરોધ પરિવાર દુર્ઘટ છે અને કેટલીક વખત તે અશક્યવત લાગે છે. વિક્રમ મમતિ વડવ્રુત્ર મોહતા: એમ કહેવાની જરૂર પાડનાર પ્રસંગ પ્રત્યેકના જીવનમાં અનેક વખત આવે છે.
પૂર્વે નીતિ અને રસિકતાને વિરોધ કેવી રીતે થાય છે તેનું દિગદર્શન કરેલું છે જ. સિનેમા કે નાટકની અશ્લીલતા, નિર્લજ સુભાષિત, વારાંગનાનાં ગાયન કે નાચ, સામાન્ય માણસની રસિકતાને મધુર અને મોહક લાગે છે, પણ તે જ માણસની નીતિ તેના આગળ લક્લાયમાન થઈ મસ્તક અવનત કરે છે !
ઘરબાર સુંદર હોવું જોઈએ, નગરરચના ઉત્તમ હાવી જોઈએ, રાષ્ટ્રસંગ્રહાલયમાં હરેક પ્રકારની સુંદર વસ્તુ રાખી નાગરિકને સાત્વિક આનંદને આસ્વાદ લેવાનું સાધન નિર્માણ કરવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org