________________
સાધુત્વ, સૌદર્ય અને સત્ય થવાને સ્થાને અહિત જ થાય. અર્થાત એ બાબતને વિચાર કરી દાનધર્મની ગતિ નિયંત્રિત કરવી જોઈએ. ઔદાર્યવૃત્તિ કે દયાળુપણાને ગમે તેમ સ્વચ્છ દે નૃત્ય કરવા દેવું એ નીતિયુક્ત નથી. એ દૃષ્ટિએ પણ જણાઈ આવશે કે, નીતિમાં જ્ઞાનનું અંગ વિશેષ મહત્વનું છે.
(ઈ) જ્ઞાન પણ નીતિમત્તા પર અવલંબી રહેલું છે. કેટલાક છંદી અને વ્યસની માણસ વિદ્વાન હોય છે એ છે કે ખરું છે; પણ એટલું નક્કી છે કે, તેઓ અધ્યાત્મને ખરે મર્મ સમજી શકશે નહિ. નીતિનો મર્મ, તેની મહત્તા, તેની શાંતિપ્રદતા નીતિમાન મનુષ્ય સમજી શકશે. નીતિમત્તા વિશિષ્ટ મર્યાદા સુધી આવે છે ત્યારે જ નીતિબંધનનો મર્મ છેડા ઘણા અંશે સમજાય છે; અગાઉથી નહિ. રોજ ને રોજ શાળામાં જવાની ફરજ પાડનાર પિતા નાના બાળકને શાળામાં જતી વખતે દુશમન જેવો લાગે છે. ઇકિયલોલુપતાને ટાળવાની શક્તિ નહિ ધરાવનાર યૌવનાવસ્થ માણસને શાએ દર્શાવેલા એકપત્નત્વ વિષયક નિબંધના મર્મનું ભાન થતું નથી. પરંતુ શાળામાં જવાની ફરજ પાડવી એ કેવળ જુલમ છે એમ સમજનાર છેકરા જ મોટા થયા પછી પિતાનાં બાળકને શાળામાં જવાની ફરજ પાડે છે અને શાસ્ત્રકારને અસિક કિવા વેદિયાઢેર કહેનાર યુવક પછીથી પોતાનાં સંતાનને બહારની ધૂન ન લાગે તે સારુ તે કયાં પુસ્તક વાંચે છે, કોની સબત રાખે છે વગેરે બાબત પર લક્ષ રાખી તે સ્ત્રી મેહની ભોગ થઈ પડે નહિ તે માટે કાળજી રાખે છે. જગતમાં વૈષમ્ય, અન્યાય, કૂરતા વગેરે પુષ્કળ ભરેલાં છે એવા પ્રકારનાં વિધાન કરી ઈશ્વરને દોષિત ઠરાવવાની નીતિમત્તા વિકાસ પામતી જાય છે, એટલે ઈશ્વરનો દેવ પ્રથમના જેટલે મહાન જણાતું નથી. સજજનને સુખ મળતું નથી તે માટે પૂર્વે જે માણસ ઈશ્વરને અન્યાયી અને નિર્દય કહેતો, તે જ પછીથી કહે છે કે, “ સૌજન્ય જે ઐહિક સુખની આશાથી પ્રેરિત થયેલું હોય, તે તે ખરું સૌજન્ય જ નથી; અને એવી આશા ન હોય તે સજજનને દુઃખ પડે છે તે એક રીતે સારું જ માનવું જોઈએ; કારણ એ દુઃખના ગથી તેનું સૌજન્ય તવાઈને ચોખ્ખું થઈ નીકળે છે, અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org