________________
૮૪
નીતિશાસ્ત્ર પ્રવેશ સૌંદર્યથી ભિન્ન છે. શબ્દ સામે શબ્દ જ ગોઠવવો હોય અને ધોડે એટલે અશ્વ એવા પ્રકારનું અર્થવિવરણ કરવાને દેષ સ્વીકાર હોય, તે સારે માણસ, સારે હેતુ, વગેરે શબ્દસમયમાં સારાપણું એટલે “સાધુત્વ” એમ જ કહેવું પડે.
મેં એ કામ સારી બુદ્ધિથી કર્યું હતું;' એમ જ્યારે મારા હાથે કેઈનું અહેતુપૂર્વક નુકસાન થયું હોય ત્યારે કહું, તે તે વખતને મારા મનને અર્થ “આ બાળકની બુદ્ધિ ગણિતમાં ઉત્તમ છે” એ વાક્યમાં રહેલા સારાપણાના અર્થથી ભિન્ન જ હોય. બાળકની બુદ્ધિનું સારાપણું એટલે કુશાગ્રતા. આ ઉપરથી સિદ્ધ થાય છે કે, બુદ્ધિનું સારાપણું બે પ્રકારનું છે.
આ પ્રમાણે જ એકાદ વિધાનનું, મતનું, ઉપપત્તિનું કે ગ્રંથનું સારાપણું એકના મનમાં તેની સત્યતા અથવા ન્યાયશુદ્ધતા પર અવલંબિત હોય છે, ત્યારે બીજાના મનમાં તેની નીતિ પોષકતા પર અવલંબિત હોય છે. સત્ય અને સત્ત્વ કિંવા સાધુત્વ એ એક નથી.
વાચકને યાદ આવશે કે ગીતામાં સત શબ્દના સભાવ, સાધુભાવ વગેરે અર્થ જણાવેલા છે. “ ભાવ” એટલે “અસ્તિત્વ” એ અર્થને વિચાર અત્રે કરવાનું પ્રયોજન નથી; પણું સૌંદર્ય, સત્યત્વ, સાધુત્વ એ ત્રણ વિચાર “સત ' એ એક શબ્દથી દર્શાવવામાં આવે છે. તેમને પરસ્પર સંબંધ શું છે તેનો છેડે ઊહાપોહ કરે અપ્રસ્તુત નહિ ગણાય.
સૌંદર્ય અને સાધુત્વનું હમેશ સખ્ય હેય છે એવું કંઈ હોતું નથી, એમ ઉપરના કથનથી જણાયું હશે જ. સુંદર સ્ત્રીઓ નીતિદષ્ટિએ ખરાબ નથી હતી એમ કંઈ હેતું નથી. ભાષાની દષ્ટિએ સારાં પદ કિંવા કવિતા અનીતિનાં હોય છે. બેલવા ચાલવામાં મોહક, વિનદી કિંવા ગમતી માણસની નીતિમત્તા ઘણી વખત આદરણીય નથી હોતી. ઊલટું, સેક્રેટીસ જેવા કુરૂપ માણસ પણ સતપુરુષ તરીકે જગતમાં વંઘ થાય છે. આ ઉપરથી જે કે સૌંદર્ય અને સાધુત્વની વ્યાપ્તિ સમાન નથી એમ સિદ્ધ થાય છે,
પણ (૧) સાધુત્વ રસિકતાની દૃષ્ટિએ પણ એક રીતે સુંદર હોય છે અને (૨) સૌંદર્ય સાધુત્વથી વિશેષ ખૂલે છે, એ બે વાત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org