________________
સાધુત્વ, સૌંદર્ય અને સત્ય અમુક માણસ સારે છે, અમુક ખરાબ છે; આ સજજન છે, તે દુર્જન છે; આણે કર્યું તે બુદ્ધિથી કર્યું અને તેણે કહ્યું તે વખતે તેના પેટમાં કુબુદ્ધિ હતી, આ સદાચાર, તે દુરાચાર; વગેરે પ્રકારનાં વાક્યોમાં સત કિંવા “સારું' એ શબ્દનો અર્થ નિશ્ચિત અને સુસ્પષ્ટ કરે અને એ “સત્ત્વ” કેવી રીતે કરાવવામાં આવે છે તેને ખુલાસે કરે એ એક નીતિશાસ્ત્રનું મુખ્ય કર્તવ્ય છે. આ માણસ “સારે છે અને તે માણસના અક્ષર “સારા” છે, એ વિધાનમાંની સારાપણાની કલ્પના એક જ પ્રકારની નથી. અક્ષર સારા છે એટલે તે મડદાર, દેખાવમાં મોતીના દાણા જેવા છે; પણ માણસ સારે છે એટલે તે “મરોડદાર’ છે એમ ન કહેવાય; કિંવા તે દેખાવમાં સુસ્વરૂપ છે એમ પણ નહિ. માણસ કુરૂપ હોવા છતાં સજજનની પંક્તિમાં બેસી શકે છે અને સુસ્વરૂપ હોવા છતાં દુર્જનતંને આરોપી બની શકે છે. સારું ચિત્ર, સારા અક્ષર, સારું ઘર વગેરે શબ્દસમુચ્ચયમાં સારાપણું એટલે સુંદર કિંવા સૌંદર્ય; અમુકનો હેતુ સારે, તેને આચાર સારે, તેની બુદ્ધિ સબુદ્ધિ વગેરેમાં સારાપણું કિંવા સત્ત્વ એને અર્થ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org