SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિશાસ્ત્ર પ્રવેશ જુદાં જુદાં અંગેનું નૈતિક મૂલ્ય કરાવવા ઇચ્છનારને માટે સમજવું પડે છે. કુબુદ્ધિ શક્ય જ ન હોય તે માણસની બુદ્ધિની મહત્તા શું? માને નામના અંગ્રેજ નીતિશાસ્ત્ર એવો એક પ્રશ્ન કરેલો છે કે, જેના ચિત્તને કુબુદ્ધિને સ્પર્શ પણ થતો નથી તેને નીતિમાન કહી શકાય કે નહિ? આ પ્રશ્ન દેખાવમાં ચમત્કારિક લાગે છે, કારણ આપણે કહીશું કે એ માણસ તે સર્વથી શ્રેછે. પરંતુ માટનના મનને ભાવાર્થ એ છે કે, એક ઘડિયાળ જેમ રોજ બરાબર ચાલે છે, એક મિનિટ પણ આગળ પાછળ થતી નથી; તેમજ એક માણસ જે નીતિદષ્ટિએ સરળ રેખામાં ચાલતા હોય, સ્વમામાં પણ વાંકે પગ મૂકવાની તેને ઇચ્છા થતી ન હોય – ખરાબ માગે જવાની તેને કલ્પના પણ થતી ન હોય – તો તે માણસ એક પ્રકારે નીતિમાર્ગે પ્રવાસ કરતું ઘડિયાળ જ કહેવાય અને તેને નૈતિક અર્થમાં કોઈ પણ વિશેષણ આપવું યોગ્ય થાય નહિ. નૈતિક દૂષણાસ્પદપણું કે ભૂષણસ્પદપણું કર્તાના કર્મનું નથી, બુદ્ધિનું છે એ ખરું છે; પણ માનવ બુદ્ધિની ગતિ ધનુષ્યમાંથી છૂટેલા બાણની ગતિ માફક નિયમિત હોય અને જેમ બાણને અન્ય માર્ગની કલ્પના હોતી નથી તેમ જ બુદ્ધિને પણ ન હોય, તો એવી અનન્યગતિક અને વિકલ્પ – કપના – શૂન્ય બુદ્ધિની નૈતિક દૃષ્ટિએ વિશેષ કિંમત નથી. સદ્બુદ્ધિને નૈતિક મૂલ્ય પ્રાપ્ત થવા સારુ કુબુદ્ધિની કલ્પના પણ તે માણસમાં હોવાની આવશ્યકતા છે. માટીના કથનને ભાવાર્થ એ છે કે, “આ બે માર્ગ મારી નજરે પડે છે, પરંતુ તેમાં મને અમુક વિશેષ શ્રેયસ્કર જણાય છે તેથી હું તે સ્વીકારું છું,' એવા પ્રકારની ભાવના વિષે જ પસંદગી-નાપસંદગી દર્શાવનાર નિતિક વિધાને યોગ્ય છે. વૈકલ્પિક માર્ગની કેવળ કલ્પના હોવી અને તે માર્ગ સ્વીકારવાની શક્તિ હોવી, એ બે વાતો ભિન્ન છે. સામાન્ય માણસને ચોરી કરવી કિંવા ન કરવી, ખરું બોલવું કિંવા ન બેલિવું એમ બન્ને બાબતની કલ્પના હોય છે અને તે અને તેને માટે શક્ય હોય છે; પરંતુ મરીચિ, વસિઝ વગેરે જેવા સ્થિતપ્રજ્ઞા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy