SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિશાસ્ત્રપ્રવેશ આ પ્રશ્ન જેટલું સહેલું દેખાય છે તેટલું સહેલું નથી; કારણ, જે કાર્ય કરવાની ઇચ્છા હોય છે તેને જ અંતભાવ બુદ્ધિમાં કર, કે તે સાધ્ય સાધતાં આનુષંગિકપણે જે સારી નરસી વાત નીપજવાનું આપણને ભાન હોય છે તેને પણ અંતભાવ કર, એ પ્રશ્નને નિર્ણય કરવાનું કાર્ય મુશ્કેલીભરેલું છે. હેતુ કિંવા બુદ્ધિનાં બે અંગ છે. એક પ્રધાન અને એક ગૌણ. જે વાત સાધ્ય કરવાની આપણી ઇચ્છા હોય છે તેની વાસના એ પ્રધાન અંગ છે. અમુક વાત સાધ્ય થશે એટલે અમુક ઈષ્ટ કિંવા અનિષ્ટ વાત બનશે જ એવું જ્ઞાન હોય તે વખતે, એવી ઈઝ કિંવા અનિષ્ટ વાતની જે વાસના હોય છે. તે ગૌણ અંગ છે. એવી ગૌણ અથવા આનુષંગિક વાતનું પાપપુર્ણ લાગે છે કે નહિ, એ પણ પ્રશ્ન છે. અર્થ સુગમ થવા માટે કંઈક ઉદાહરણ લઈશું. સમજો કે, વેર લેવા માટે શત્રુનું એક ઘર બાળી દેવામાં આવ્યું. આ ઘરમાં એક પરિચય વિનાના ગૃહસ્થ અતિથિ તરીકે આવેલો છે એ જે બાળનારને ખબર હોય. તે “એ અતિથિ આ ઘરમાં મૃત્યુ પામશે ' એ કલ્પનાને તેની બુદ્ધિમાં અંતભવ કરે કે નહિ?” “અતિથિ મરે તે ભલે, એ ઘર હું તે બાળીશ જ,” એવી બુદ્ધિથી તેણે ઘર બાળી દીધું હોય, તે એમ સિદ્ધ થાય છે કે અતિથિને મારવાને તેને હેતુ હતું પરંતુ જે શત્રુને માર ન હેત તે તેણે અતિથિને મારવાને બિલકુલ પ્રયત્ન કર્યો ન હોત; એમ વિચારીએ, તો અતિથિને મારવાની તેની બિલકુલ ઈચ્છા ન હતી એ વાત પણ ખરી છે. હવે બીજું એક દષ્ટાંત જોઈશું. ધારે કે, જમાઈરાજનું ફૂલહાર તારા અત્તર ગુલાબાદિથી સન્માન કરવાનો હેતુ છે; પણ તે વખતે બીજે એક માણસ ત્યાં સહજ આવી પહોંચ્યો છે. એ ગૃહસ્થને પણ અત્તર ગુલાબાદિ આપવા પડશે અને ન આપે તે પણ દિવાનખાનામાં પ્રસરી રહેલા સુવાસનો લાભ તે તેને મળે જ. આવા સમયે તે અકપિતપણે આવનાર ગૃહસ્થને આનંદિત કરવાનું શ્રેય કે પુણ્ય મને મળશે કે નહિ? એને જે પુણ્ય ન માનીએ, તે ઉપરના ઉદાહરણમાં એવી જ આનુષંગિક રીતે અતિથિ મારવાનું પાપ શા માટે માનવું ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy