________________
નીતિશાસ્ત્રને અન્ય શાસ્ત્ર સાથે સંબંધ ૭૧ યેલી છે, કે એ કુલપરંપરા સમજાય પછી નીતિ આદરણીય રહેતી નથી. એ લેકે કહે છે કે, ઉચ્ચતમ ઔદાર્ય કે આત્માની વંશાવળી માનસશાસ્ત્રની દૃષ્ટિએ જોતાં જોતાં જંગલી માણસની સુખલાલસાએ પહોંચે છે અને તેથી પાછળ જતાં વિકાસવાદના (Evolution) આધારે જતાં વાંદરની ચેષ્ટાએ પહોંચે છે; માટે તે બધું જોવાથી કંઈક અંશે નીતિની પૂજ્યતા કમી જ થાય. કેટલાક તત્ત્વજ્ઞ એથી ઊલટું કહે છે, “કમળ કાદવમાં ઉદ્ભવ્યું કે ક્યાંથી આવ્યું તે જેમ કોઈ જોતું નથી, તેવું જ નીતિતત્ત્વનું પણ હોવું જોઈએ. અમુક પ્રકારની બુદ્ધિએ કરેલું કર્મ સારું અને અમુક બુદ્ધિએ કરેલું ખરાબ એમ જ્યારે આજે આપણને લાગે છે, ત્યારે એ વિચારનું મૂળ કારણ ગમે તે હોય પણ આપણે તે જ પ્રમાણે વર્તવું જોઈએ. મૂળ કારણ જેટલે જવાની શી જરૂર છે? આજે સુસંસ્કૃત માણસને જે એગ્ય લાગે છે તે પ્રમાણે ચાલવું એ આપણું કર્તવ્ય છે. વરવધૂનાં ગણગોત્રની બાબતમાં માતામહદિ પાંચ છ પેઢીથી આગળ કોઈ વિશેષ સૂક્ષ્મપણે જેતું નથી, તેવી જ રીતે નીતિતાની વંશાવળી પણ જોવી. સ્ત્રીરત્ન દુપુરા – સ્ત્રીરત્ન દુષ્કલથી ઉત્પન્ન થયું હોય તે પણ ગ્રાહ્ય છે, એ મનુને ન્યાય નીતિને કેમ લાગુ ન પાડવો?”
પષ્ટ છે કે આ બીજી વિચારપદ્ધતિ પણ સર્જાશે નિર્દોષ નથી. પ્રથમ એ લક્ષમાં રાખવું જોઈએ કે, નીતિનું બીજ સુખલાલસામાં – કિંવા એથી પણ આગળ જાય – એટલે કે માંસમજજાના જડ પરમાણુની વિશિષ્ટ ઘટના પર અને હિલચાલ પર છે, એમ જે આપણા વિચારમાં નિશ્ચયપૂર્વક સ્થિર થાય, તે આપણી તતિવિષયક બુદ્ધિ નિર્વિકાર રહેવી અશક્ય છે. તર્કથી સિદ્ધ થાય કે, માણસ એ એક કેવળ એક પ્રકારનું બોલતું ચાલતું યંત્ર છે; તેનું મન એ એક પુષ્પ પરિમલ જે માંસમજજાનો ધર્મ છે; જુદા જુદા વિચાર કે મનોવિકાર આત્મા પર લેશમાત્ર આધાર રાખતા થી પણ પ્રત્યક્ષ આભા જ શરીર પર – પ્રકૃતિ પર – સશે અવલંબી રહેલો છે, એવા પ્રકારના વિચાર નિશ્ચિત થાય, તે તેની અસર નીતિકલ્પના પર થવી જ જોઈએ. “આત્મા સર્વથા શારીરાધીન નથી, એ વિધિનિષેધાત્મક નીતિનિયમનું અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org