SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧ . . . . . = આ છે ' તિલકપુરમાં ખળભળાટ. પ્રકરણ ૨૮ મું. તિલકપુરમાં ખળભળાટ ચંદ્રકુમાર રાધાવેધ કરી લે કોના સમૂહમાંથી ગુમ રીતે પ્રસાર થઈ ચાલ્યો ગયો, તે કોઈના ધ્યાનમાં રહ્યું નહીં. રાજા શ્રીતિલક અને તેને પરિવાર ના આવેશમાંજ મગ્ન થઈ રહ્યા હતા, તિલકકુમારી પિતાને પ વાંછિત પતિના લાભના આનંદમાં મશગૂલ હતી. ક્ષણ વારે રાજા તિલકે આના કરી કે, એ મહાવીર કુમારને અહીં લાવે, રાજકુમારી તિલકમંજરી તેના કંઠમાં વરમાળા આરોપણ કરે. રાજલેક રાધાવેધની પાસે. એ કુમારને લેવા આવ્યા, ત્યાં તે જોવામાં આવ્યો નહીં. આસપાસ ઉભેલા પ્રેક્ષકોને પૂછવા લાગ્યા કે, એ વીર કુમાર કથા છે ? સર્વને સંભ્રમ થઈ ગયે, સધાવેધ કરનાર કયાં છે ? તેની કાંઈ ખબર પડી નહીં. રાજપુરૂએ દેડતા આવી રાજાને ખબર આપ્યા-મહારાજ ! તે કુમાર રાધાવેધ કરી ક્યાં ગયા ? તે કેઈને ખબર નથી. રાજા ચમકી ઉઠ, સામંત. અને મંત્રીઓ સંભ્રમથી આસપાસ શોધવા લાગ્યા, જન સમૂહમાં પ્રત્યેકને જોવા લાગ્યા, કોઈ જવામાં આવ્યું નહીં. આ ખબર સાંભળી તિલકમંજરીને મૂર્છા આવી, ક્ષણ વાર પછી સાવધાન થઈ દાસીઓની સમક્ષ તેણીએ વિલાપ કરવા માં–મારા પ્રાણધાર ! તમે ક્યાં ચાલ્યા ગયા ? આ કુમારીએ તમને તન, મન અને ધન અર્પણ કયાં છે, તમે રાધાવેધની સાથે મારા હૃદયને પણ વેધ કર્યો છે. પ્રાણેશ ! આમ, હદયની ચોરી કરી ક્યાં ગયા ? હું તમને વરી ચુકી છું, જે તમે નહીં આવે છે, આ શરીર અને આ ધીન થશે. તિલકમંજરીની માતા રાતને અપાર શોક થશે. સ્વયંવરની સાર્થકતા વ્યર્થ થવાથી પિતાની પુત્રીનું શું થશે ? એ મહા ચિંતા તેને થઈ પડી. શ્રીતિલકનો મુખ્ય મંત્રી ધીર વિચારમાં પડ્યા, તે પિતાના બુદ્ધિ બળથી અનેક તર્ક વિતર્ક કરવા લાગે, સ્વયંવરમાં આવેલ રાજવ આશ્ચર્યમાં પડે, અને ચિંતવવા લાગે કે, આ બનાવ અ ભુત લાગે છે, કોઈ વિદ્યાધર કે દેવતા છળવાને આવ્યું હશે ? અથવા શ્રીતિલક રા. જાના કોઈ શત્રુને આમાં હાથ હશે ? તિલપુરની પ્રજામાં ઘેર ઘેર આ ચર્ચા થવા માંડી, રાજ્ય ભક્ત પ્રજાના મનમાં પિતાના મહારાજાની ચિંતાને માટે શોક થઈ પડો. પ્રજા વર્ગના પ્રત્યેક મનુષ્ય શ્રી તિલક રાજાને સહાય આપવા, પિલા નાશી જનાર કુમારની શોધ કરતા હતા, પણ તેને પત્તો મળે નહીં. જ્યારે શ્રીચંદ્ર રાધાવેધ કરી પ્રસાર થઈ ગયે, ત્યારે એક વીશ્વરવ નામના ગાયકના જોવામાં તે આવ્યો હતો. તે ચતુર ગાયકે તેને ઓળખી લીધું હતું. વીણારવ ગાયક શ્રીતિલક રાજાને આશ્રિત હતો. અનેક રાજ્યમાં ઉત્તમ પ્રસંગે તેને આમંત્રણ કરવામાં આવતું હતું. તે ગાયન કળામાં અત્યંત નિપુણ હતા. જ્યારે વીણું લઇ તે ગાવા બેસતે, ત્યારે છે તાઓ તલ્લીન થઈ જતા હતા. તેના કંઠ માધુર્યથી મોટા મોટા રાજવં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy