SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ તિલકમંજરી. ખંડ રજે. પ્રકરણ ૨૪ મું, નિલકમંજરી. છે એ હું કે સુંદર બાલિકા રાજમહેલના આંગણામાં રમતી હતી. સમા વયની સ ખીઓ અને દાસીઓ તેમાં ઉમંગથી ભાગ લેતી હતી. આ મુગ્ધાનું વય યૌવન વયના આરંભમાં હતું, તેના પ્રત્યેક અવયવમાં વોવન વયની છાયા આ પ્રસરતી હતી, શરીરની સ્વાભાવિક શોભામાં લાલિત્ય પ્રકાશિત થતું હતું, અનુપમ સંદર્યથી દેદીપ્યમાન થતી હતી, મુખચંદ્રનું માધુરી દ્રષ્ટાને અતિ મોહક થતું હતું, મૃદુ હાસ્યની શોભા આકર્ષક હતી, નયનકમળની લક્ષ્મી હરણીઓને લજજ પમાડતી હતી, કેશવેણીની શોભા અલૈકિક હતી. આ સમયે એક દંપતી મહેલની ઉપર બેઠાં હતાં, બાલિકાની મુગ્ધ કડા તેઓ નાં હતાં. તે બાળાના શરીરની શોભા જોઈ, પુરૂષના મનમાં અનેક વિચાર આવતા હતા. પુપને વિચારમગ્ન જોઈ સ્ત્રીએ પુછ્યું, પ્રાણનાથ ! શી ચિંતા કરો છો ? જુઓ આ બાળકો કેવી સુંદર દેખાય છે ? તેની મુગ્ધ કીડા જોઈ ને આનંદ ન થાય ? જુ, તે સખીઓની સાથે કેવી રાસ ક્રીડા કરે છે ? તેના શરીરની ચંચળતા તેમાં કેવી દેખાય છે ? સર્વ બાલવૃદમાં તે કુમારિકા જુદી જ પડે છે. વિધુની જેમ તે ચળકાટ કે પૃથક દેખાય છે ? આવો આનંદકારક દેખાવ જોઈ સર્વને આનંદજ થવો જોઈએ. તે છતાં તમારા લલાટ ઉપર ચિંતાની વિવલી કેમ પડી છે ? શું કાંઈ રાજ્યનું કાર્ય યાદ તો નથી આવ્યું ? અથવા કોઈ શત્ર તરફની ચિંતા તો નથી થઈ ? પ્રાણેશ ! જે કહેવા ગ હાથ તે આ દાસીને તે કહેવાની કૃપા કરશે તે પુરૂષ બોજો–પ્રયા ! મારે મં. ત્રી મળ સારું છે. સદબુદ્ધિવાળા સચિવોની સલાહથી વર્તવામાં મને રાજ્યની ચિંતા કદિ પણ આવે તેમ નથી. મારા સામંત અને સેનાપતિઓ વફાદાર અને રાજ્યભક્ત છે, તેથી શઓને જરા પણ ભય નથી. આ બાલિકાને ક્રી કરતી જોઈને મને ચિંતા ઉત્પન્ન થઈ છે. તેના શરીરમાં વન વયનો સમારંભ થતો આવે છે, તેનાં રૂપ, ગુણ અને અભાવને અનુકુળ એ પતિ ક્યાંથી મળશે ? તેવા પતિની શોધ કરતાં પણ કોઈ જોવામાં અડવત નથી. આ સુંદર બાલિકા એગ્ય પતિને પ્રાપ્ત કરે, એવી મારી ધારણા છે, પણ તે ધારણું ક્યારે પૂર્ણ થશે ? આ ચિંતાએ અત્યારે મારા હૃદયમાં વાસ કર્યો છે. પ્રિયા બેલી–પ્રાણેશ ! તમારી ચિંતા યોગ્ય છે. દુહિતાઓ માતા પિતાની ચિંતાનું કારણ થાય, તેમાં કાંઈ આશ્ચર્ય નથી. પુત્રીઓને કે પતિ સાથે સંબંધ કરે છે, એ મતા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy