SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાગ્રહમાં પ્રવેશ માટે તેને પ્રતિક્ષણ આનંદ આવતો હતો. કોઈ વાર શ્રી ચંદ્રની પરીક્ષા કરવાને તે ઘણા કઠિન અને કરતે, પણ શ્રીચંદ્ર પોતાના ચાતુર્યથી તેનું ઉત્તમ પ્રકારે સમાધાન કરતો હતો. કોઈ વાર શ્રીચંદ્ર તર્ક કરી પિતાના વિદ્યાગુરૂને એવા પ્રશ્ન પુછતું કે, જેને પ્રત્યુ સર કરવામાં ઉપાધ્યાયને પણ પૂર્ણ વિચાર કરવો પડતો હતો. એક વખતે ઉપાધ્યાય ગુણધરે શ્રીચંદ્રકુમારને બેલવી આ પ્રમાણે કહ્યું, વત્સ ! મારી પાસે જે વિદ્યા અને કળા હતી, તે બધી તેં યથાર્થ રીતે શીખી લીધી છે. હવે તારી છાત્રાવસ્થા સમાપ્ત થઈ છે, ગૃહસ્થાવાસમાં પ્રવેશ કરવાનો સમય તને પ્રાપ્ત થયો છે, અને મેં મારો શિક્ષક ધર્મ બજાવી લીધું છે, તેથી હવે હું તને તારા પિતાને સેંપી, મારા સ્વસ્થાન પ્રત્યે જવાને ઇચ્છા રાખું છું. વત્સ ! છેવટે મારી એટલી શિક્ષા સ્મરણમાં રાખજે. લક્ષ્મીમદ, વીર્યમ, વનમદ અને વિદ્યામદ–એ ચાર જાતના મદ કહેવાય છે. તે મદની મલિનતાથી વિદ્યા વિગેરે ગુણો મલિન થઈ જાય છે, તે તારે એ ચાર પ્રકારના મથી સર્વથા દૂર રહેવું. પૂર્વનાં પુણ્યથી તારામાં વિનય ગુણે પ્રથમથી જ વાસ કરેલો છે, એ તારાં સદભાગ્યની નિશાની છે. એ મહાન ગુણને તે કદિ પણ છોડીશ નહીં. માવક ધર્મને તું સારી રીતે જાણે છે, શ્રાવકના સદાચારને તું પૂર્ણ અભ્યાસી છું. એ સદાચાર પ્રમાણે સર્વ પ્રવૃત્તિ કરજે, વડિલ-પૂજ્ય જનની સેવા કરજે, અને યાજજીવિત આહંત ધર્મી ઉપાસના કરજે, આ પ્રમાણે વર્તવાથી ધાર્મિક અને સાંસારિક ઉન્નતિ તને કે પ્રાપ્ત થશે. વત્સ ! હવે તારાથી જુદા પડીશ. તારા જેવા વિનયી અને સત્પાત્ર શિષ્યથી જુદા પડતાં મને ગ્લાનિ આવે છે, એમ કહી ઉપાધ્યાયે ગુણચંદ્રને પણ ઘટતો બધ આપે. પિતાના વિદ્યા ગુરૂનાં આ વચન સાંભળી શ્રી ચંદ્રકુમારના મુખ ઉપર શોકની છાયા પ્રસરી ગઈ. આવા મહોપકારી ઉપાધ્યાયનો વિયોગ તેને શલ્યના જેવો લાગે. નેત્રમાંથી અશ્રુની ધારા ચાલી, કંઠ રૂંધાઈ ગયો, તે વિશેષ બેલવાને સમર્થ થયો નહીં. છેવટે ઘણા પ્રયત્નથી આ પ્રમાણે બે –મહોપકારી કૃપાળુ ગુરૂજી ! આપે આ બાળક ની ઉપર જે ઉપકાર કર્યો છે, તેનો બદલે વાળવાને હું કઈ રીતે પણ સમર્થ થઈ શકું તેમ નથી. મારા જીવનને આપે સુધારી કૃતાર્ય કરેલું છે. માનવ જીવનના ઉંચામાં ઉંચા માર્ગ ઉપર મને ચડાવ્યો છે. મૂઢતા ભરેલા નિરક્ષરના કાંટાવાળા માર્ગમાંથી મને બચાવ્યા છે, તે આપને જે તે ઉપકાર નથી. આપે બતાવેલા વિદ્યા માર્ગે ચાલી હું મારા આત્માને જ્ઞાન માર્ગને અધિકારી કરી શકીશ. એટલું જ નહીં, પણ જે પુણ્યને પ્રબળ ચોગ હશે, તે ધર્મની ઉત્તમ સામગ્રી પણ સંપાદન કરી શકીશ. મહાશય ! આપે મને જે અમૂલ્ય બોધ આપે છે, તે પ્રમાણે વર્તવાને હું સર્વદા પ્રયત્ન કરીશ. આપે કહેલાં શિક્ષાનાં વચન મારા હૃદય કમળમાં કોતરી રાખીશ. આટલું કહી શ્રીચંદ્ર ઉપાધ્યાયના ચરણમાં નમી પડે. માયાળુ શિક્ષકાચાર્ય તેને બેડો કર્યો, અને અંતરની આશીષ ઉચ્ચારી તેના શિર ઉપર હાથ મુક્યું. તેવી જ આશીષ ગુણચંદ્ર પણ સંપાદન કરી. આ પ્રમાણે ગુરૂ શિષ્ય વાત કરતા હતા, ત્યાં લક્ષ્મીદા શેઠ રથમાં બેસી વિદ્યાગહમાં આવી ચડયા. શ્રેષ્ટીએ શિક્ષકાચાર્યને પ્રણામ કર્યું. શ્રીચંદ્ર અને ગુણચંદ્ર શેઠને પ્રણામ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy