SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ નિદાન અથવા નિયાણું. સૂર્યવતીનાં આવાં વચન સાંભળી સારિકા બેલી–મહાદેવી ! આ શું બેલે છો ? શુદ્ધ મન, વચન અને કાયાથી પ્રભુની આગળ જે મેં પ્રતિજ્ઞા લીધી છે, તે હું શી રીતે છોડું ? જ્ઞાનીનાં એવાં પણ વચન છે કે, “ કાંઈ પણ જાણવામાં આવ્યું હોય તે, સમયને અનુસાર અનશનવ્રત ગ્રહણ કરાય છે.” મહાદેવી ! હવે આગ્રહ કરશે નહીં, ધર્મ ધ્યાનમાં તત્પર રહેજો. જે કાંઈ સ્વભાવને લઈ કીધું હોય, તે મિથ્યા દુષ્કૃત્ય હજો. છેવટ એટલું કહેવાનું કે, આ તેજસ્વી કુમાર જે તમારી પાસે ઉભા છે, તેમનો સદા સંસર્ગ રાખજે. એ મહાનુભાવ બાળક છે, તે છતાં જ્ઞાનવૃદ્ધ છે, તેમના પવિત્ર સમાગમથી તમને ઘરે લાભ થશે. સારિકાનાં વચન સાંભળી, સૂર્યવંતીએ શ્રીચંદ્રની સામે મું જોયું. કુમારનું તેજ, લાલિત્ય અને લક્ષણ જોઈ, તે ચમત્કાર પામી ગઈ, તેના અવલોકનથી સૂર્યવતીને પોતાનો ગુમ થએલો કુમાર સાંભરી આવ્યો, નયનમાંથી અશ્રુધારા ચાલવા લાગી. ગોત્ર દેવીએ કહેલી વર્ષની અવધિ તે ગણવા લાગી. ગણતાં ગણતાં શ્રી કકુમારના જેટલું વય ગણત્રીમાં આવ્યું. પિતાનો કુમાર પણ આવે, અને આટલી વયને જ હશે, એમ તે માનવા લાગી-એક દ્રષ્ટિએ કુમારની સામે ક્ષણ વાર જોઈ, સુવતી બોલી–સારિકા ! આ કુમાર કોના છે ? અને અહીં કયાંથી આવ્યા છે ? સારિકાએ કહ્યું, પ્રિય બેન ! તમારા નગરમાં લક્ષ્મીદત્ત નામે જે પ્રખ્યાત શ્રેણી છે, તેના એ પુત્ર છે. જુવે, તેમના પિતા પણ અહીં બાહેરજ ઉભા છે. તે જાણું સૂર્યવતીએ કુમારને કહ્યું, ભદ્ર ! સારિકાએ તમારી ઓળખાણ આપી, તેથી તેને ઉપકાર માનું છું. હવેથી કૃપા કરી મારા મહેલમાં આવતા રહે છે. તમારા જેવા ધાર્મિક જનથી મને ઘણો જ લાભ થશે. જિન વાણી, જિન મત અને જિન ધર્મની ગાછી કરવામાં જ મારો સમય જાય છે. એ ઉપકાર આ પરમ સાધી સારિકાનેજ છે. સુર્યવતીનાં આ વચન સાં-- ભળી કુમારે તે વાત અંગીકાર કરી, અને મહારાણું સૂર્યવતીના સમાગમને માટે સારિકાનો મોટો ઉપકાર માન્ય. હવે પંડિતા સારિકાએ તત્કાળ મન કરી દીધું. અનશન વ્ર તની જે ભાવના કરવી ઘટે, તે ભાવનામાં તે પક્ષિણ પ્રવૃત્ત થઈ. સારિકાની એવી સ્થિતિ જોઈ, સૂર્યવતીને શોક થઈ આવ્યો. પિતાની આવી સબોધક ઉપદેશિકાનો વિયોગ થશે, તેને માટે તેણે ઘણે કલ્પાંત કર્યો. પિતાના ધાર્મિક જીવનમાં આ ઉત્તમ કાર્યને પણ તે અંતરાયરૂ૫ માનવા લાગી. છેવટે સૈદ્રી, શ્રી ચંદ્રકુમાર અને ડાહ્યા મંત્રીઓના કહેવાથી તેના મનને જરા શાંતિ મળી. શ્રી ચંદ્રકુમારે કેટલે એક ધાર્મિક બોધ આપો, એટલે સૂર્યવતીને શોક શાંત થયો, પછી એ પવિત્ર મહારાણીએ પિતાની ઉપકારિણી સારીમના અનશનને મહત્સવ આરંભ્યો. સારિકાએ ઉત્તમ ભાવનાથી અનશન વ્રતને દીપાવ્યું.. તેણીએ અઢાર ૫૫ સ્થાનની આલેયણું કરી, સઘળાં સુતને અનુમોઘાં. દુષ્કતની નિંદા. કરી, મદને પરિહાર કર્યા. દુષ્ટ કવાયને નિવારી દીધા. સર્વની ઉપરથી રાગ દૂર કર્યો. રાણી સૂર્યવતીની માયા પણ ઉતારી દીધી. પંચપરમેષ્ટીનું ધ્યાન કરતી એ સારિકાએ સર્વની સમક્ષ સર્વને ખમાવી નિર્મળ મનથી ચાર શરણ લઈ ત્રણ દિવસે અનશનની આ-- રાધના કરી, પરભવને પ્રાપ્ત થઈ. સારિકાના વિયોગથી સર્વવતીને ઘણે શાક થયો, પણ ધર્મ ચતુર શ્રીચંદ્ર કુમારે બધ આપી, સુવતીના શકને દુર કરાવ્યો. સારિકાના સગુણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy