SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ આનંદ મંદિરે. પ્રકરણ ૧૯ મું. નિદાન અથવા નિયાણું : રિક પ્રભુની સર્વ પ્રકારની ભક્તિ કરી નિવૃત્ત થઈ, પ્રેમપૂર્વક પ્રણામ કરતી પાછી હઠવા લાગી. અત્યાર સુધી નિર્નિમેષ દ્રષ્ટિથી તેણીએ સર્વ : ક્રિયા કરી હતી, હવે તેણીની દ્રષ્ટિ પ્રતિમાના ધ્યાનથી નિવૃત્ત થઈ હતી. Lી જ્યાં એક તરફ જોયું, ત્યાં શ્રીચંદ્રકુમાર તેણીની દ્રષ્ટિએ પ. કુમાર રના સાંદ તેની દ્રષ્ટિને આકષી, અકસ્માત તેના નિર્મહ હૃદયમાં મોહને ઉદય થઈ આબે, ધર્મ ભાવનામાં ભવ ભાવના જાગ્રત થઈ. તેણે વિચાર્યું, આ સુંદર કુમાર કોણ હશે ? તેનું મનેહર મુખ, વિશાળ વેચન, શુક સમાન નાસિકા, બિંબ તુલ્ય હેઠ, ગુલાબી ચહેરે, આજનુ ભુજા, ભ્રમરવત શ્યામ અને વાંકડીઆ કેશ, નમણા પગ અને મરોડદાર સર્વ અવયવે સરખી આકૃતિ મને મેહ ઉપજાવે છે. આ બાળકનું તારૂણ્ય કેવું સુંદર થશે ? ગમે તે જાતિને એ બાળક હોય, પણ તે સર્વોત્તમ છે. તેનાં શારીરિક લક્ષણ ધર્મ ભાવનાને પણ સૂવે છે. આવું વિચારી તે સારિકાની પરિણતિ બદલાઈ ગઈ. . કર્મની ગતિ વિચિત્ર છે; શુભાશુભ કર્મ ક્ષણે ક્ષણે અને સમયે સમયે વિવિધ ૫રિણતિ બંધાવે છે. કર્મની પ્રકૃતિ પ્રાણુને વિવિધ સ્થિતિમાં મુકી દે છે, ઉચ્ચ ભાવનામાંથી ક્ષણવારમાં નીચ ભાવનામાં લાવે છે, ચડતા પરિણામમાં આવેલા જીવનને અવનતિના માર્ગ દોરે છે. કમની જાળ *ઉણંનાભિની જેમ પલ્મર પ્રાણીને ગુંચવણમાં નાંખી દે છે, કર્મરૂપ પ્રચંડ ચક્રવાક પ્રાણીને ભૂતલ ઉપર ભમાવી પાડે છે, કમરૂપ મહાસાગરના મેજામાં સપડાએલે જીવાત્મા અનેક વિટંબનાને અનુભવે છે, કર્મની મહાન શક્તિ અનંત અને અનિવાર્ય છે, એ મહા શકિતને પરાભવ કરનાર કેઈ વિરલા જ હોય છે. આ ભવરૂપ - ણ ભૂમિમાં કમરૂપ મહાન યોદ્ધાની સાથે યુદ્ધ કરનારા વીર પુરુષોને જન્મ આપનારી વીર માતાઓ થોડી છે. તેવા વીર નરેથી જ આ ભૂમિ વિરવતી, ધર્મવતી, અને પ્રભાવવતી છે. એવી કમની અચિંત્ય શક્તિએ સારિકાને પરાસ્ત કરી દીધી. તે પક્ષિણી શ્રીચંદ્રના મેહમાં સપડાઈ ગઈ, તત્કાળ પાછી પ્રભુની સન્મુખ થઈ, ઉચે સ્વરે બોલી–હે સર્વ કામ પૂરક પ્રભુ ! હે દેવાધિદેવ ! જો મેં કાંઈ પણ ધર્મ આરાધ્યો હોય, તે પૂર્વ ભવે આ સુંદર કુમાર મારો ભર્ત થજે, તે સાથે વળી તમે દેવ, નિગ્રંથ મુનિ, ગુરુ, અને અહિંસા લક્ષણ ધર્મ મને પ્રાપ્ત થજો. આ પ્રમાણે કહી સારિકાએ પ્રભુના ચરણ આગળ સાગારી અનશન ગ્રહણ કર્યું. પક્ષિણીનું આવું નિદાન-નિયાણું સાંભળી, શ્રીચંદ્રકુમાર વિચારમાં પડ્યો. તેના મનમાં આવ્યું કે, આ સારિકાએ શું કર્યું ? તેણીએ આખરે પોતાનું તિચપણું બતાવ્યું. * ઉણનાભિ=કોળીઓ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy