________________
સ્વપ્નાનુ સાક્ષ્ય
૪૫
થઇ, આત્ર મહોત્સવ કરાબ્યા, યાચાને અણિત દાન આપ્યાં, નાટક તથા સંગિત કરાવ્યાં, ધવલ મંગળના ધ્વનિથી દશે દિશા પૂરી દીધી, અનેક મડળીઓમાં નાચ રંગ કરાવ્યા. કુશસ્થલી નગરીમાં આનંદ ઉત્સવ થઇ રહ્યા.
આ શૈાચ વિત્યા પછી બારમે દિવસે લક્ષ્મીદત્ત શેઠે કુમારનુ શ્રીચંદ્ર એવું નામ પાડયું, એ નામના હેતુ એવો હતો કે, જ્યારે કુમારને પુષ્પના પુંજમાં જોએલ, ત્યારે ચંદ્રના બિંબની જેમ લક્ષ્મીત્તને આનંદ સુખ આપ્યું હતું. લક્ષ્મીદત્ત અને લક્ષ્મીવતી આ કુમારના લાભથી પોતાના સૌંસારને સફળ માનવા લાગ્યાં. જૈન મુનિ જેમ પાંચ સુમતિથી પાલિત થઇ વધે, તેમ શ્રીચંદ્ર કુમાર ઉત્સગ, ક્ષીરપાન, સ્નાન, મડન અને ક્રીડા—એ પાંચ પ્રકારથી પાલિત થઇ વધવા લાગ્યા.
પ્રકરણ ૧૫ મુ. કુમાર વિયાગ,
ચકુમાર સૂર્યવતીના મહેલની ખરાખર તપાસ કરી ગયા પછી સૂયૅવતીએ કેંદ્રી દાસીને કહ્યું, દાસી ! હવે વિશ્ર્વ બધાં દૂર થયાં છે, પાપી જયકુમારની શંકા પરાસ્ત થઈ છે, માટે સત્વર વાટિકામાં જા, અને પુષ્પ પુજમાંથી કુમારને લઈ આવ. ઘણી વાર થઇ છે, કુમાર ભુખ્યા થયા હશે, મારા સ્તનમાંથી પધારા છુટે છે. · સૂર્યવતીની આજ્ઞાથી દાસી ગૃહ વાટિકામાં આવી. માલણને સાથે લઇ પુષ્પને પુજ જોયા, ત્યાં કુમાર જોવામાં આવ્યા નહીં. દ્રવ્યના નિધિની જેમ તેની આસપાસ શેાધ કરી, પણ ક્રાઇ ટેકાણે કુમારને જોયોં નહીં. તત્કાળ દાસીના હાશ ઉડી ગયા, તેના નેત્રમાં તમસ આવી ગયું, વિશ્વાસી અને ઉત્તમ હ્રદયની માલજી પણ શ્યામ મુખી થઇ ગઇ. દાસીએ રૂદન કરતાં માલણુને પૂછ્યું, કાઈ અહીં આવ્યું તે! ન તંતુ ? ના, બાઇ! કાઇ પણ આવ્યું નથી. હું ઘેાડીવાર એક રાજકીય કાર્યે પ્રસ ંગે ખાહેર ગઇ હતી. પછવાડેથી જો કાઇ આવ્યું હાય તે, બનવા સંભવ છે. માલ ! તે ખોટું કર્યું, કુમારને એકલા પુષ્પમાં રાખી, તારે બહાર જવું ન હતું, દૈવ મેાગે તે રાયા હૈાય, અને જયકુમારનાં માણસાને ખબર પડી હેય તેા, વખતે વિપરીત થયું હાય. માલણુના મુખ ઉપર ગ્લાની આવી ગઇ, તેણીનાં નેત્રમાંથી અશ્રુધારા ચાલી. યક્ષને બદલે અપયશ મળ્યા, એથી તેણીને બહુ લાગી આવ્યું. દાસી પણ ગાભરી અની ગઇ, રાણી સૂયૅવતીને શો જવાબ આપવા, એમ તે વિમર્શમાં પડી. વાટિકામાંથી મહેલમાં આવવા તેના પગ ઉપડતા ન હતા. પુત્ર દર્શનની રાહ જોઇ રહેલાં સૂયૅવતીને મારે કેવા ખબર આપવા ? આ ચિંતામાં તે મગ્ન થઇ ગઇ, તેના સ્નિગ્ધ હૃદયમાં ક ંપારી છુટવા લાગી. છેવટે નિશ્વાસ મુકતી મંદ ગતિએ ચાલતી મહેલ તર× આવી. માર્ગમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org