SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ આનંદ મંદિર. આ જંબદ્વીપના વિદેહ ક્ષેત્રમાં બૃહણી નામે નગરી છે. ત્યાં જયદેવ નામે એક રાજા હતો. તેણે પોતાના પરાક્રમથી શત્રુઓને વશ કરી લીધા હતા. તેને જ્યાદેવી નામે રાણી હતી. અનુક્રમે ગૃહસ્થાવાસ ભોગવતાં તેમને નરદેવ નામે એક પુત્ર થયો. રાજ જયદેવને વર્લ્ડન નામે એક મંત્રી હતા. તેની સ્ત્રીનું નામ વલ્લભાદેવી હતું. તેને ચંદન નામે પુત્ર થયો હતો. મંત્રી વર્ધન ઘણો ગુણ હતો, અને તેથી તે રાજાને પ્રિયમિત્ર થઈ પડ્યો હતો. રાજકુમાર નદેવ અને મંત્રિપુત્ર ચંદન એ બંને સાથે રહેતા હતા. યોગ્ય વય થતાં તેમને એકજ નિશાળમાં કોઈ પંડિતની પાસે ભણવા બેસાર્યા, અનુક્રમે તેઓ સર્વ કળામાં કુશળ થયા, બંને સરખાજ પ્રવીણ અને સરખી વિદ્વતાને ધારણ કરનાર થયા, એમ કરતાં તેઓ બંને યૌવનવયને પ્રાપ્ત થયા. ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં પ્રજાપળ નામે એક રાજા છે, તેને દેવી નામે રાણીથી અશકશ્રી નામે પુત્રી થઈ હતી. એ રાજકુમારી ભ્રમરીની જેમ વન વયરૂપ પુષ્પને પ્રાપ્ત કરી, ખીલી નીકળી હતી. અશોકળીનું અનુપમ અને ચમત્કારી સિદર્ય જોઈ, રાજા પ્રજાપાળે તેને સ્વયંવર કરવાનો નિશ્ચય કર્યો. સ્વયંવરની કુકુમપત્રિકાઓ સર્વ સ્થળે મોકલવામાં આવી. આ પ્રસંગ ઉપર કુમાર નરદેવ પોતાના મિત્ર ચંદનને લઈ, તેણીના સ્વયંવરમાં આવ્યું. વિવિધ દેશના રાજાઓ સ્વયંવર મંડપમાં એકઠા થયા. રાજકુમારી અશોકથી પૂર્વ જન્મના સંબંધથી સર્વ રાજકુમારોને છેડી, મંત્રીપુત્ર ચંદ નને વરી. કુમાર નરદેવ તે જોઇ, મનમાં હર્ષ પામ્યો. ચંદન રાજકન્યાને વરી ઘેર આવ્યા, તે વાત પ્રજાપાળ રાજાએ જાણી. પછી તેણે શ્રીકાંતા નામે પિતાની એક ભાણેજીને નરદેવની સાથે પરણાવી. તે વિવાહ મોટા ઉત્સવથી કરવામાં આવ્યો. બંને મિત્રો સાથેજ નવવધુના શૃંગાર સુખના સંપાદક થયા. મંત્રીપુત્ર ચંદનને પરણે જ્યારે છ માસ થયા, એટલે પૂર્વ કર્મના ઉદયથી તેને દેશાંતર જવાને વિચાર થશે. સેવા વૃત્તિને ધિક્કારનારે ચંદન, વ્યાપાર વૃત્તિથી પિતાને ઉદય કરવા પિતાની આજ્ઞા લઈ, સમુદ્ર માર્ગે ચાલી નીકળ્યો. - ચતુર ચંદને પિતાની સાથે પાંચ વહાણ લીધાં હતાં, તે રત્નદીપમાં આવ્યો. ત્યાં વેપાર કરતાં તેને અનગળ દ્રવ્યને લાભ મળે, ત્યાંથી તે કોણપપુરમાં આવ્યું, ત્યાં આવતાં સમુદ્ર માર્ગમાં તોફાન થયું. તે કાનમાં ચંદનનું વહાણ ડુબી ગયું, દૈવયોગે એક પાટીયું ચંદનને હાથ આવ્યું. બીજાં જે ચાર વહાણ હતાં, તે દૈવયોગે શબર મંદિરમાં તણાતાં ગયાં. તે સ્થળે મુક્તાફળ ઉત્પન્ન થતાં હતાં, જેનાથી તે વાહણ પુરાઈ ગયાં. ચંદન પાટીયાનાં સાધનથી બાર વર્ષે કેણુપપુરને કાંઠે આવ્યો. ચંદનના વહાણમાંથી એક બીજો માણસ પણ પાટીયું લઈને નીકળી ગયા હતા. તે ફરતો ફરતો બહણ નગરમાં આવ્યો. તેણે ચંદનનાં વહાણ ડુબવાની વાર્તા તેને ઘેર જણાવી, આથી ચંદનનાં માતાપિતા અને તેની સ્ત્રી અશોકથી ઘણાં દુઃખીયાં થયાં. ચંદનના પિતા વર્ધન મંત્રીએ બીજાં વહાણો મેકલી, સમુદ્રમાં ચંદનની શોધ કરાવી, પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy