________________
શ્રી ધર્મધેષ મુનિ.
૩૮૩ અજ્ઞાન રહેતું નથી, દારિદ્ર આવતું નથી, કોઈનાથી પરાભવ થતું નથી, અને કાંઈ પણ વસ્તુ દુર્લભ રહેતી નથી. ૧
આ લેક કહ્યા પછી મુનિએ વિશેષમાં જણાવ્યું—ભવ્ય જીવો! તપસ્યાનો પ્રભાવ એ ઉત્તમ છે. પરોક્ષરીતે તેનો પ્રભાવ તમને કહેવામાં આવ્યું છે, પણ જો તેને પ્રત્યક્ષ પ્રભાવ જાણ હોય છે, તે પણ અહિંજ છે. જુઓ, આ કુમાર શ્રીચંદ્ર, કે જેનો પુણ્ય પ્રભાવ પૃથ્વી તળમાં પ્રસરી રહ્યા છે, જેનું ચરિત્ર જાણી જગતના મહા પુરૂષો પણ આશ્ચર્ય પામ્યા છે, અને પામે છે, તે શ્રીચંદ્ર આવી સ્થિતિએ આવ્યા, તેનું કારણ પૂર્વની તપસ્યા છે. પૂર્વ ભાવે કરેલી તપસ્યાથી તેનું ચરિત્ર લેકોત્તર થયું છે.
આચાર્યનાં આ વચન સાંભળી સર્વ સમાજ આશ્ચર્ય પામી ગયા. તેમાં પણ સર્વનાથી શ્રીચંદ્રના હદયમાં વિશેષ કેતુક થઈ આવ્યું. તે વખતે સુગ્રીવ વિદ્યાધર વિનયથી ભોલી ઉઠ્યા. સ્વામી ! આપનું કહેવું યથાર્થ છે. તપના પ્રભાવ વિના આવી પ્રબલ પુણ્ય લક્ષ્મી થાય જ નહીં. શ્રીચંદ્રકુમારે સર્વ જગતને ચકિત કરી નાખ્યું છે. દેવતાને દુર્લભ એવી સંપત્તિઓ પણ તેણે આત્મબળથી સાધી છે. જે વસ્તુ અનેક વિધ ભરેલી હોય, અને જે પ્રાપ્ત કરવામાં મરણને શરણ થવું પડે તેવું હોય, તેવી વસ્તુ પણ આ બહાદુર કુમારે ક્ષણવારમાં મેળવેલી છે. તેમજ તે નરના પુણ્ય ભેગે આ મહારાજા પ્રતાપસિહ જેવા પિતા, સૂર્યવતી માતા, ચંદ્રકળા વિગેરે વધૂઓ અને ગુણચંદ્ર જેવા મિત્ર પ્રાપ્ત થયા છે. આથી અમને ખાત્રી થાય છે કે, પ્રતાપી શ્રીચ ટ્રે પૂર્વે કાંઈ પણ તપ કરેલું હોવું જોઈએ.
પુનઃ શ્રીચંદ્ર બો—ગુરૂવર્ય! મે પૂર્વે શું તપ કર્યું હતું ? તે જાણવાની ઇચ્છા છે, તો આપ કૃપા કરી જણાવશે. તે સાંભળી આચાર્ય તકાળ નીચેની ગાથા ઉચે સ્વરે બોલ્યા –
एरवय खित्तमि चंदण भवंमिणुद्दिय ववस्स माहप्पा ।
अच्चुय इंदो जाओ तह रायाहि राय सिरिचंदो ॥१॥
“ હે શ્રીચંદ્ર ! પ્રથમ ઐરાવત ક્ષેત્રમાં આજથી ત્રીજે ભવે તું મનુષ્યભવ પામે હતા, ત્યાં બેધિબીજ પ્રાપ્ત કરી તે આંબવર્ધમાન નામે તપ કર્યું હતું, ત્યાંથી મૃત્યુ પામી અમ્યુરેંદ્ર થયેલ અને તે પછી આ શ્રીચંદ્ર થ છું.”
આ પ્રમાણે સંક્ષેપથી પૂર્વ ભવને વૃત્તાંત સાંભળી શ્રીચંદ્ર અંજળી જોડી વિનંતિ કરી, સ્વામી! કૃપા કરી તે વૃતાંત વિસ્તારથી સંભળાવે. શ્રીચંદ્રની વિજ્ઞપ્તિથી અને બીજા શ્રેતાઓનો ઉપકાર થાય, એવી ધારણાથી આચાર્ય શ્રીચંદ્રના પૂર્વ ભવને વૃત્તાંત નીચે પ્રમાણે કહેવા માંડઃ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org