SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ આનંદ મંદિર, પાણિગ્રહણે જે આદરિયે, તેજ ભ નારીએ વરિઓ; એક વાર ચડે કાષ્ટ હાંડી, પછી ચઢે તે થાયે ભાંડી. ૧ આ કવિતાના મર્મને વિચાર કરી બરાબર મનન કરે. તમે જેને વલ છે, તે પણ રાજપુત્ર છે. કદિ નીચ જાતિના પુરૂષે છેતરીને તેવું કામ કર્યું હોય તો તે વિચારવાનું; પણ આ કામ કરનાર એક પ્રતિષ્ઠિત રાજ્યને કુમાર છે. તેની સાથે તમારો વિધિથી વિવાહ થયો છે. તમારા પિતાએ તેને સર્વની સમક્ષ તમારું દાન કર્યું છે. આપેલું દાન હવે પાછું લેવું, તે સર્વ રીતે અનુચિત છે. જેને માટે લકિક સાહિત્યમાં નીચેનું પદ્ય કહેવાય છે – “ सकृज्जल्पंति राजानः सकृज्जल्पंति साधकः સન્યાઃ વીતે ત્રણેતા- સંસ્કૃત સંત ? છે ? “ રાજાઓ એકજ વાર બેલે છે, સજજન પુરૂષો એકજવાર કહે છે, અને કન્યા પણ એકવારજ અપાય છે, આ ત્રણ વાનાં એકવારજ થાય છે. ” ૧ રાજપુત્રી ! આ બધો વિચાર કરી, તમે આત્મઘાતના મહા પાપમાંથી વિરામ પામે. કાષ્ટ ભક્ષણની ક્રિયા જૈન શાસ્ત્રની વિરુદ્ધ છે. તમારા જેવી રાજશ્રાવિકા થઈ જ્યારે આવું શાસ્ત્ર વિરૂદ્ધ આચરણ કરે, તો પછી બીજાઓ કરે તેમને શું કરવું ? જે કોઈ પણ બાબત અસાધ્ય, લેકનિંદિત, અને ઘણી જ વિપરીત હોય, તે આત્મઘાત કરવા, તે અગ્ય છતાં કાંઈક એગ્ય ગણાય, પણ આ તમારો આત્મઘાત એક સાહસ છે, તેની અંદર કાંઈ લેક નિંદિત કે વિપરીત બાબત જોવામાં આવતી નથી. જે રાજપુત્રે તમને છેતર્યા છે, તે પણ લગ્નના વિધિથીજ છેતરીને દુર રહ્યા છે, તેણે હજુ કોઈ જાતના ભોગને પ્રસંગ તમારી સાથે લીધો નથી, તે છતાં આવું સાહસ શા માટે કરો છો ? આવાં વિપરીત કર્મથી વિરામ પામે. ઉત્તમ કુળની કન્યાઓ આત્મઘાતના કર્મને નિંદે છે. શ્રી ચંદ્રકુમારનાં આવાં વચન સાંભળી હંસાવળી પિતાનું સત્ય પ્રગટ કરવાને અને પોતે કરેલાં કર્મને પ્રશંસવાને મધુર સ્વરે વિનયથી બેલી–રાજકુમાર ! તમે કહ્યું તે સત્ય છે, પણ તેની અંદર કેટલાએક અપવાદ છે, તે ધ્યાન આપીને સાંભળે. કુળવતી કન્યા જે પતિને વરે તેજ પતિ પ્રમાણ છે, પણ તે મનથી વરેલ હોવો જોઈએ. મનથી વરેલે પતિજ પ્રમાણભૂત છે. કાયાથી વરેલો પતિ પ્રમાણભૂત ગણાતું નથી. ગીત અને નૃત્યમાં જેનું નામ ગાએલું છે, અને જેની સત્કીર્તિ ભારત મંડળના સર્વ ભાગમાં પ્રસરેલી છે, તેવા વીર પુરૂષને માનસિક ભાવનાએ વર્યા પછી છળ કપટના પ્રભાવે તેજ ભાવનાએ બીજાને વરવામાં આવે, અને તે જે ખુલ્લું થાય, તે પછી કાયિક સંબંધવાળા પતિને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy