________________
મોહિનીનો મેળાપ.
૩૩૧
કિરાત મિત્રો ! તમે અરણ્યમાં રહે છે, માટે તમને ભક્ષ્યાભર્યાની ખબર હતી નથી, તેથી તમારે અજાણ્યાં ફળ, બરફ, માટી વિગેરે અભક્ષ્ય વસ્તુને ત્યાગ કરે. અને નંતકાયને ત્યાગ કરવાને માટે શાસ્ત્રમાં લખે છે કે, વજકંદ, સૂરણ, આદુ, હળદર, આલુ, કચૂર, કુંઆર, લસણ, થોહાર, ગિરિકણું, વાંસ, કારેલાં, લુણી, સતાવરી, લીલી મેથ, ગાજર, રતાળુ, પિંડાળુ, મૂળા, અમૃતવેલ, વૃક્ષની અંતરછાલ, થેગ, સુરિ, આમળી, ખિલેડા, બધાં કમળ પાન, ગળા અને ભૂમિછત્ર, એ બધાને જે પુરૂષ ત્યજી દે છે, તે આ સંસાર સાગરને તરી જાય છે.
મિત્રો ! તમે તમારી આજીવિકા લુંટવા ઉપર રાખી છે, તે ઘણી અધમ આજી વિકા છે. હવેથી તેવી આજીવિકાનો ત્યાગ કરજો. તે અદત્તાદાનથી મહા પાપ લાગે છે, ચેરીનું વ્યસન એ નરકનું દ્વાર છે. બીજાની વસ્તુ હરી લેવાથી તેને અંતરાત્મા પરિતાપ પામે છે, તેની શુભ વાસનાને વિચ્છેદ થાય છે, અને તે સર્વદા તેને માટે અતિ દુઃખ રાખ્યા કરે છે, તેવું કામ કરવામાં કેટલું પાપ ? તેનો વિચાર કરો. હવે ચેરીરૂપ મહાપંકની સાથે તમે તમારા આત્માને લિપ્ત કરશો નહીં. તે મહા પાપનું ફળ કેવળ પરલોકમાં મળે છે, એટલું જ નહીં, પણ આ લેકમાં પણ તે મળે છે.
ભિલ્લરાજ ! જેવુ ચોરીના વ્યસનનું પાપ છે, તેવાં બીજા પણ પાપનાં કારણે ઘણું છે. મિત્રનો દેહ, સ્વામીને હ, વિશ્વાસઘાત, કરેલા ગણને ઘાત, અને છળકપટ, એ નરકની ગતિને આપનારી છે. તેથી તેવાં બધાં પાપને ત્યાગ કરજે. નીતિરૂ૫ કલ્પલતાનું સર્વદા સેવન કરો. તમે વનવાસી છે, નાગરિક જનના આચારથી અજ્ઞાત છે, તથાપિ નાગરિક જનના કરતાં તમારાં હદય વિશેષ નિર્મળ હોય છે. જે દ્રઢતા તમારામાં છે, તેવી નગરવાસીઓમાં હોતી નથી. તમારી બુદ્ધિ અપ હોય, પણ તમારા હૃદયમાં નિમળતાને પ્રકાશ વિશેષ હોય છે, તેથી તમે અલ્પ સમયમાં સારી ગતિના પાત્ર થવાની એગ્યતા મેળવી શકે છે.
કિરાત ગૃહસ્થો ! હવે છેવટે એટલું જ કહેવાનું કે, તમે મનુષ્ય છે, તમારી શક્તિ ઉત્તમ છે, તમારું જીવન જેવી ઉન્નતિ મેળવવી હોય, તેવી મેળવવાને લાયક છે, તમારે વાસ અરણ્યમાં હોવાથી તમે સદાચારની યોગ્યતાના અધિકારી થઈ શક્યા નથી, તેમ તમને તેવી યોગ્યતા સંપાદન કરાવે, તેવા કોઈ ધાર્મિક પુરૂષને સમાગમ પણ થયું નથી, તેથી તમે આજ સુધી અજ્ઞતામાં મગ્ન થઈ રહ્યા હતા. હવે ઉદયને સમય આવ્યો છે, તમારી કન્યાને સ્વીકાર કરી, મેં તમારી સાથે પવિત્ર સંબંધ જોડે છે. મારા સંબંધને કૃતાર્થ કરે, એ તમારા હાથમાં છે. તમારા સંબંધથી મને લોકોમાં લજજા થવી ન જોઈએ. તમે વનરાજ્યના રાજા છે, તમારી કન્યા એક રાજકન્યા છે, તે સ્થિતીનો વિચાર કરી મેં જોડેલો આ સંબંધ જેવી રીતે લોકમાં પ્રશંસાપાત્ર થાય, તેવી રીતે તમે પ્રવર્તન કરજો; અને અતિ દુર્લભ એવા આ માનવ જીવનને સંપૂર્ણ રીતે કૃતાર્થ કરજે.
આ પ્રમાણે શ્રીચંદ્રિકુમારે ઉપદેશ આપ્યો, તે સાંભળી ભિલ લેકે ઘણા ખુશી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org