________________
૨૯૮
આનંદ મંદિર, રના સિનિકોના સિંહનાદથી દિશાઓમાં પ્રતિષ્યની પડવા લાગ્યા. શ્રીચંદ્ર સૂર્યવતી અને પઘશ્રીના સહવાસમાં ચંદ્રપુરમાંજ રહ્યા.
પ્રકરણ ૧૩ મું
પિતાને જીવિતદાન.
છે એ હ ક ઘાટા જંગલમાં કોઈ પુરૂષ મૃત્યુની સામગ્રી એકઠી કરી ઉભો છે, તેની
આજુબાજુ લેકેનું મોટું ટોળું ઉભું ઉભું રૂદન કરે છે, તેનું કુટુંબ આક્રંદ બેસાડી કરી તે પુરૂષને વિનવે છે, તેના સેવકે અશ્રુધારા વધાવતા તેને વિનતી કરે બ R . છે. મહારાજ ! આવું સહાસ કરો નહીં, આપનાં મહારાણી અને રાજકુમાર જા” કુશળતાથી પાછાં આવશે, હવે કેટલેક કાળ સુધી ધીરજ ધરો, જ્ઞાનીઓનાં
વચન ઉપર વિશ્વાસ રાખે. મહારાજા ! આપ સંસારનું સ્વરૂપ જાણે છે, આહત વાણીને ઉપદેશ આપના હૃદયમાં પેઠે છે, અને જિન મુનિઓના ઉપદેશને આપે માન આપ્યું છે, તે છતાં આવું અનુચિત આચરણ કરો છો, તે કેવી વાત ? દીર્ધ વિચાર કરે. આવું શાસ્ત્ર અને લેક વિરૂદ્ધ કાર્ય કરવામાં અગ્રણી થાઓ નહીં. આત્મહત્યાના મહા પાપને વિચાર કરે, એ મહા પાપનું ફળ કેવું કષ્ટ ભરેલું છે ? તેને હૃદયમાં દીધ વિમર્શ કરો, જિન વાણીનો અનાદર કરો નહીં. કાષ્ટ ભક્ષણની અધમ ક્રિયાને માટે જિન શાસ્ત્રમાં શું લખ્યું છે ? તે વિચાર કરી જુઓ. જિન નામથી પવિત્ર એવા આપના આત્માને આ મહા પાપથી કલંકિત કરે નહીં. કૃપાળુ રાજા ! આપના વિના અમારો કઈ આધાર નથી, આ સમૃદ્ધિમાન રાજધાનીને અને પ્રજાનો પાલક કોઈ અમોને હજુ પ્રાપ્ત થયો નથી, તે વિચારે. આપના જેવા આહંત અધિપતિ અમને કયાંથી મળશે ? આપની પ્રજા પ્રીતિ, સ્વધર્મનિષ્ઠા અને રાજનીતિ અમે ક્યાંથી લાવીશું? પુજ્ય મહારાજા ! અમારી સામું દયા દ્રષ્ટિથી અવલોકન કરો. કદિ અમારા અપરાધ હોય, તે ક્ષમા કરો. આપના જેવા ધર્મપિતા પ્રજાના અપરાધ ગણતા નથી. આપના ધર્મ રાજ્યથી પ્રજાએ અને સેવક વર્ગે જે સુખ મેળવ્યું છે, તેવું સુખ ભારતમાં કોઈ બીજી પ્રજા ભાગ્યેજ મેળવી શકશે. મહારાજા ! અમારી વિનતી સ્વીકારી, આ અકાર્યથી નિવૃત્ત થાઓ. કોઈવાર પૂજ્ય અને સેવ્યજનો પણ પૂજક અને સેવકોનાં વચનને સ્વીકારે છે. આ પ્રમાણે વિનતીનાં વચન સાંભળતે, પણ પિતાના શકાશને લઈ તેની અવગણના કરતો, તે પુરૂષ મરવાને તૈયાર થશે. તેણે પિતાની જાતે અગ્નિ પ્રજવલિત કર્યો, અને પોતે તેમાં ઝંપલાવાને આ ગળ ઉભો રહ્યા. આ મરણોન્મુખ થયેલા પુરૂષે સ્નાન કર્યું હતું, લલાટ ઉપર તિલક લગાવ્યું હતું, પિતાની ગોત્રદેવીને ઉદ્દેશી તે નીચે પ્રમાણે આકાશ તરફ પ્રષ્ટિ કરી છે -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org