________________
૨૮૩
માતૃ મેળાપ. ऊहा गर्भप्रसवसमये दुःखमत्युग्रशूलं पथ्याहारैः स्नपन विधिभिः स्तन्यपानप्रयत्नैः । विष्टामूत्रप्रभृतिमलिनैः कष्टमासाद्य मात्रा
त्रातः पुत्रः कथमपि यया स्तूयते सैव माता ॥ १ ॥
માતા ગર્ભના પ્રસવ વખતે અતિ ઉગ્ર મૂળ વિગેરેનું દુ:ખ વહન કરનારી છે; તે પછી પથ્ય આહાર કરાવે, સ્નાન કરાવવું, સ્તન પાન કરાવવું, વિષ્ટા અને મૂત્ર વિગેરે મલિનપણામાંથી રક્ષણ કરવું."મ કષ્ટ પામી માતા પુત્રની રક્ષા કરે છે. તે માતાની સ્તુતિ કરાય તેમાં શિા નવા !
માતાજી ! તમારા ઉપકારને બદલે પુત્રથી કઈ રીતે વળે તેમ નથી. પુત્ર યાવજજીવિત સુધી માતાને ઋણી છે. એવાં ઉપકારી માતાનાં આજે મને દર્શન થયાં. એ મારાં કેવાં ભાગ્ય ? આ પ્રમાણે કહી શ્રી ચંદ્ર પુનઃ માતાના ચરણમાં નમી પડે. માતાએ હાથ ઝાલી બેઠો કરી પુત્રને ઉસંગમાં બેસા. માતાએ પ્રેમથી પુછયું. વત્સ ! તારું વૃત્તત શું છે ? અને આ ગુણચંદ્ર તને ક્યાં મળ્યો? તે કહે. પછી શ્રીચ કે ગુણચદ્રના મુખ સામું જોયું, એટલે ગુણ કે તેને સવ વૃત્તાંત જણાવ્યો. પુનઃ મર્યવતીએ પુછયું, વત્સ! આ સ્થાને તમે કયાંથી આવ્યા ? તે મને જણાવે. ગુણચંદ્ર – માતા ! આ તમારા પુત્ર કનકપુરના રાજા થયા છે, અને હું તેમને મંત્રી થયો છું. લક્ષમણ નામના એક જુના મંત્રીને કનકપુરના રાજ્યની સત્તા આપી, અમે બંને મિત્ર ફરવાને નીકળ્યા હતા. વેગવાળા અશ્વ ઉપર બેસી અમો બને કનકપુરની બહાર નીકળ્યા, કેટલેક દૂર જતાં એક જંગલ આવ્યું, જગલમાં ચાલતાં એક વૃક્ષ નીચે સુતેલા વૃદ્ધ અને વસ્થાવાળો કાપડી જોવામાં આવ્યો, તેને જગાડી અમે તેની સ્થિતિ વિષે પુછ્યું, એટલે તેણે દીન સ્વરે કહ્યું, ભદ્રદુ:ખી છું, મને અતિસાર ( ઝાડ ) નો રોગ થાય છે, તેથી પીડિત થઈ હું આ વૃક્ષ નીચે અશક્ત થઈ પડયો છું. અહીં મારી સાર સંભાળ લેનાર કોઈ નથી, જે તમે કૃપા કરી મને સહાય કરો, તો હું તમારો ઉપકાર માનીશ. મારા આ કષ્ટસાધ્ય રોગને કાંઈ પણ ઉપાય કરો. હું વૃદ્ધાવસ્થાને લઈને તે રોગની પીડા સહન કરી શકતું નથી.
તે વૃદ્ધ કાપડીનાં દીન વચન સાંભળી અમને ઘણી બા આવી, અમે બન્ને અમે શ્વ ઉપરથી ઉતરી પડયા; એ નિરાધાર કાપડીને રોગમુક્ત કરવાનો અમોએ નિશ્ચય કર્યો. શ્રીચ કે તેને આશ્વાસન આપી કહ્યું. ભદ્ર ! ચિંતા કરશે નહીં, અમો બનતી મહેનત લઈ તમારા રોગને ઉપાય કરીશું. આ નિર્જન વનમાં બીજું કાંઈ સાધન નથી, પણ અહીંથી દૂર ભીલ લોકોનાં ગામ છે, ત્યાંથી કાંઈ ઔધી લાવી, તમારી પીડા દૂર થાય, યત્ન કરીશું તે ડોસાએ કહ્યું, વત્સ ! તમારું કલ્યાણ થાઓ. મને અતકાળ તમારા જેવા સપુરૂષ મળી ગયા, તેથી હું ભાગ્યવાન છું. તમારા જેવા નિબકારણ ઉપકારી જોડ, મને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org