________________
વસંત વિનોદ કરશે. લક્ષ્મણ મંત્રીના વચનને શ્રીચંદ્ર અનુદાન આપ્યું, અને ગુણચંદ્રને મંત્રીપદ લેવાને અતિ આગ્રહ કર્યો. પિતાના ઈષ્ટ મિત્રના આગ્રહથી ગુણચંદ્ર કનપુરના રાજ્યનું મંત્રીપદ સ્વીકાર્યું; પછી તેઓ બધા કાનપુરમાં આવ્યા. શ્રીચંદ્ર મટી દરબાર ભરી ગુણ ચંદ્રને મંત્રીશ્વરની પદવી આપી. પ્રજા વર્ગને પિતાના ઈષ્ટ મિત્રની ઓળખાણ કરાવી. સર્વત્ર આનંદ પ્રસરી રહ્યા.
મહારાજા શ્રીચકે કનકપુરના રાજ્ય ઉપર સારી છાપ બેસારી. ગુણચંદ્ર પણ પ્રધાનપદને ન્યાયથી દીપાવ્યું. મહારાજાની આજ્ઞાથી કનકપુરનું રાજ્ય એક નમુનાદાર ધર્મ રાજ્ય બની ગયું, રાજ્યમાં સર્વ પ્રખ્યાત સ્થળે દાનશાળાઓ, જ્ઞાનશાળાઓ અને ધર્મશાળાઓ રચાવી, જૈન પર્વના દિવસોમાં અમારી શેષણા કરાવવા માંડી, પિતાની પ્રજામાં સાત વ્યસનને નાશ થાય, તેવા ઉપાયો જ્યા, સ્થળે સ્થળે દુઃખી જનોના ઉદ્ધારને માટે નવાં ખાતાઓ ઉઘાડ્યાં, જૈન મંદિરોને આધાર કરાવ્યો. કોઈ સ્થળે નવા જિનાલયે પણ સ્થાપિત કર્યો. મુનિઓના વાસ માટે ઉત્તમ ઉપાશ્રય અને પૈષધશાળાઓ સ્થાપી, જેના બાલિકાઓને જ્ઞાન આપવાને જૈન કન્યાશાળાઓ મોટા પાયા ઉપર સ્થાપિત કરી.
શ્રાવિકાઓને સબોધ કરવાને શ્રાવિકાશાળાઓ પણ મોટા શહેરમાં ગોઠવી. આવી ઉત્તમ રાજ્ય પદ્ધતી કરી શ્રીચંદ્ર રાજાએ સારી કીર્તિ સંપાદન કરી, તેનું યશોગાન ભારતવર્ષ ઉપર થવા લાગ્યું, પ્રત્યેક દેશમાં તેની સત્કીર્તિ ચંદ્રિકાના જેવી ઉજવળ થઈ ચળકવા લાગી. આવું રાજા અને મંત્રીનું યુગલ જોઈ, કનકપુરની પ્રજાને ધણો આનંદ થતે તે.
પ્રકરણ ૫૪ મું,
વસંત વિનોદ,
ષ્ટિના કુદરતી સૌંદર્યને ખીલાવનાર વસંતઋતુ વિશ્વને વિનોદ આપવાને પ્રવર્તી છે, વનલીલાએ પિતાનું પૂર્ણ સ્વરૂપે પ્રગટ કર્યું છે, ચારે તર૪
વનનાં વૃક્ષોએ નીલવર્ણ પિશાક ધારણ કર્યું છે, ઉઘાનના મહારાજ્યમાં કરી જાહેજલાલી થઈ રહી છે. કોકિલાઓ ઉંચે સ્વરે વસંતરાજના છડીદારોનું કામ કરે છે, પ્રેમન મધુકર મધુર શબ્દથી મહાનાદ કરી રહ્યા છે, કમળાની શ્રેણીઓમાં ઘેર ગુંજારવ થઈ રહ્યા છે. વાસંતીલતા પૂર્ણ વૈવન પામી નૃત્ય કરે છે, આમ્ર, બેડલી અને સુગ ધી મેંદીને મનહર દેખાવ પ્રેક્ષકોના હૃદયને આકર્ષે છે, પ્રફુલ્લિત થયેલી પુપલતાઓ વસંતને અનુમોદન આપે છે, વિવિધ જાતનાં વૃક્ષો વિવિધ વિકાસ કરી વસતને વધાવે છે, મધર શબ્દવાળાં પક્ષીઓ પિતાના માધુથી મધનું યશોગાન કરે છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org