________________
२२
આનંદ મંદિર.
સાસુ, સસરા, સ્વામી, નણુંદ વિગેરે ગુરૂજનને વિનય કરતી, તથાપિ મારી માતાને પ્રેમ તેના ઉપર થયા નહિ, પવિત્ર મનથી તે પ્રભુની પૂજા કરવા જતી, તે પણ મારી માતાને ગમતું ન હતું. હમેશાં ક્ષણે ક્ષણે તેણીના અપરાધ જણાવતી, અને કઠોર શબ્દોથી એ કુળવધૂને દુઃખ દેતી હતી. કર્મના ઉદયથી તેની ઉપર મારી માતા નાગિલા ધણા દ્વેષ રાખતી, અને ક્રાઇ વાર તેા કટુ વચન કહી, તે શાંત ગુણી બાળાના નેત્રમાંથી અશ્રુપાત પણ કરાવતી.
એક વખતે એવું બન્યું કે, મારા પિતા શ્રીધરની મુદ્રિકા પડી ગયેલી, તે ગૃહ કાર્ય કરતી શ્રીદેવીના હાથમાં આવી. તેણીએ સારે ઠેકાણે મુકી દીધી. ક્ષણવારે મારા પિતાએ પુછ્યું કે, મારી મુદ્રિકા ક્યાં ગઇ ? એટલે તે શુદ્ધ હૃદયની શ્રીદેવીએ લાવી આપી, અને પેાતાના સસરાને સોંપી. તે વખતે મારી માતા શાકયની જેમ ખેલી—જુએ, આ ચેરટીનાં કેવાં લક્ષણ છે ? આવી ચેર વહુ ધરમાં કેમ રખાય ? પોતાના પૂજ્ય સસરાની ચીજ ચેરતાં પણ તેને શંકા આવી નહિ, ખીજાં શું કહું ? તે તેા પગલે પગલે અપરાધ કરે છે, એ નિર્લજ્જ નારી વાધરણુની જેમ વલવલ કરે છે. જેમ તેમ ખાલી ખીજાને આળ ચડાવે છે, તેવામાં હું ધેર આવી ચડયે. શંખણી સાસુએ મને તે વાત જણાવી, એટલે મને રીસ ચડી આવી. મેં તેને હાથે પકડી, અને તેની ઉપર મુશળના પ્રહાર કર્યા, મુશળના વિપરીત માર તેના મસ્તકપર વાગવાથી મસ્તક છુટી ગયું, અને તેમાંથી રૂધિરની ધારા ચાલી. આવું અન્યા છતાં એ શાંત માળા કાંઇ એટલી નહિ, તેણીએ મનમાં વિચાર્યું કે, આ પૂર્વ કર્મનાં મૂળ ભાગવવાં હશે, જેને માણસ દુ:ખદાયક માને છે, તે તેા નિમિત્ત માત્ર છે. શુભાશુભ કર્મને લઈનેજ શુભાશુભ ળ મળે છે. આ સર્વ વાત કાઇએ જઇ શ્રીદેવીની માતાને કહી, તે સાંભળી છાતિાટ રૂદન કરતી, તેની માતા શાળવતી પુત્રીની વારે દેાડી આવી. પુત્રી મારના આધાતથી બેભાન થ′ પડી હતી. માતાએ ઘણી રીતે ખેલાવવા માંડી, તાપણુ શ્રીદેવીએ કાંઇ જવાબ આપ્યા નહિ. તેની માતાએ વિલાપ કરતાં કહ્યું, પુત્રી ! તને શું થયું ? એક વાર તારી મધુરી વાણી સભળાવ, મને હવે માતા કહી કાણુ ખાક્ષાવશે ? પછી ત્યાંથી તેની માતા પોતાને ધેર તેને તેડી ગઇ. માતાએ તેનાં નેત્ર ઉધાડી પુછવા માંડયું—પ્રિય સુતા ! એક વાર ઉત્તર આપ. તારા વિના મારે સર્વ વિશ્વ શૂન્ય થશે, એક વાર તેા ખેલ. આવી રીસ ક્રાના ઉપર કરી છે ? હે સદ્ગુણી સુતા ! કાઇ વખત પણ તેં આવા દેખાવ કર્યો નથી. તું બાલ્યવયથીજ અવિનય તે શીખીજ નથી, તું અર્નિશ વિનય કરનારી છું, તને ઉપાલ ભ તા આવડતાજ નથી, તારા મુખ ઉપર રૂદન તે અમે જોયું નથી. ખેન ! એક વાર તારી માતાને ખેલાવ. તારા વિના ધર્મની વાત્તાએ કાણુ કરશે ?
આ પ્રમાણે તેની માતાએ કલ્પાંત કરવા માંડયા, એ વાત લેાકામાં ફેલાવાથી લોકા મારી માતાને નિંદવા લાગ્યાં. કાઇ શ ંખણી, અને ચંડાળ કહી ગાળા આપવા લાગ્યાં. કાઈ અમારા ધર પાસે આવી, મને તિરસ્કાર આપવા લાગ્યાં, એ બનાવથી અમારૂં કુટુંબ આંખુ પડી ગયું, મારી માતાને અને પિતાને પશ્ચાતાપ થયો, તેના મનમાં થયું કે, આ પાપનું કારણ હું છું, મારી સાસુએ પણ પાકાથી રૂદન કરવા માંડયું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org